Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

કોરોનામાં રોગપ્રતિકારક શકિત વધારતા યોગાસન અને પ્રાણાયમ

કોરોના વાયરસ આ શબ્દએ આજકાલ બધાના જીવ તાળવે ચોંટાડી દીધા છે. આ રોગ વિશે આજે જે કોઈને જુવો તે ચર્ચા કરતાં જોવા મળે છે. ન્યૂઝ પેપર, મોબાઈલ, ટીવી, કે શેરી ગલીની ચર્ચામાં માત્ર ને માત્ર આજે કોરોના જ છવાઈ ગયો છે. આખી દુનિયા ઉપર જાણે કોરોનાનો જ કબજો થઈ ગયો છે માણસ જાણે કે મોત પહેલા મરી રહ્યો હોય તેવું લાગે છે. પરંતુ આ રોગ વિશે ભય પામવા કરતા, તેના વિશે જાણી અને થોડી સાવચેતી રાખીએ તો આવા રોગને પણ વ્યકિત માત આપી શકે છે.

કોરોના વાયરસમાં વૃદ્ઘ, બાળકો, પ્રેગનેટ લેડી, ડાયાબિટીસના પેશન્ટ અથવા તો જે લોકોને દમ કે શ્વાસ ની બીમારી છે. તે લોકોએ ખાસ ધ્યાન રાખવુ જોઇએ કે જેમની રોગપ્રતિકારક શકિત ઓછી હોય છે. એમને આ રોગ તેમની પકડમાં ઝડપથી લઈ લે છે. આવી વ્યકિતએ ઘરમાંથી બહાર નીકળવાનું ટાળવું જોઇએ. તેમજ તેમની પોતાની અને આસપાસની સ્વચ્છતાનું પણ ધ્યાન રાખવું જોઈએ. આ સિવાય રોગપ્રતિકારક શકિત વધે એ માટે થોડો વ્યાયામ પણ કરવો જોઈએ અહીં ખાસ આજે આપણે યોગાસન , પ્રાણાયામ અને સૂર્ય નમસ્કાર દ્વારા રોગપ્રતિકારક શકિત વધે એના માટેના આસનો તથા પ્રાણાયામ જોઈએ.

પ્રાણાયમઃ કોરોના સામે લડવા માટે પ્રાણાયામ સૌથી વધારે ફાયદો આપે છે ખાસ કરીને કપાલભાતિ, ભસ્ત્રિકા અનુલોમવિલોમ આ ત્રણે ક્રિયાઓ આપણી રોગ પ્રતિકારક શકિત વધારવામાં ખાસ મદદરૂપ થાય છે. કપાલભાતિ શરીરમાંથી વધારાના કાર્બન ડાયોકસાઇડ કાઢી અને ઓકિસજન માટે જગ્યા કરે છે. આપણી પાચનશકિતને મજબૂત કરે છે. પેટના દરેક અવયવનો કાર્યક્ષમતામાં વધારો કરે છે. ભસ્ત્રિકા પ્રાણાયામ આપણા ફેફસાંની કાર્યક્ષમતામાં વધારો કરે છે. જેથી ફેફસાં મજબૂત બને છે. પરંતુ હાર્ટ પેન્શન હોય તેમણે ભસ્ત્રિકા ન કરવી. જયારે અનુલોમવિલોમ પ્રાણાયામ દ્વારા આપણે લાંબા ઊડા શ્વાસોશ્વાસ લઈએ છીએ. જેથી આપણે શ્વસન ક્રિયામાં સુધારો થાય છે. અનુલોમવિલોમ પ્રાણાયામ ખાસ કરવો જોઈએ. તેનાથી આપણે દરેક નાડીઓની શુદ્ઘિ થાય છે. અને દરેક નાડી સુધી આપણે પ્રાણવાયુ પહોંચાડી શકીએ છીએ.

નોર્મલ વ્યકિતએ પાંચ મિનિટ કપાલભાતિ, બે મિનિટ ભસ્ત્રિકા અને, દસ મિનિટ અનુલોમ વિલામ કરવો જ જોઈએ. જેથી એમની શ્વાસક્રિયામાં સુધારો થાય છે. અને ઓલ બોડી પ્યુરીફાઇડ થાય છે. બીમાર વ્યકિત ડોકટરની સલાહ મુજબ આ ક્રિયાઓ કરી શકે છે.

આસનઃ આમ તો આપણા યોગશાસ્ત્રમાં આપણે દરેક આસન કોઈને કોઈ રોગ માટે તેમજ કાર્યક્ષમતા વધારવા માટે ઉપયોગી થાય છે. પરંતુ રોગ પ્રતિકારક શકિત વધારવા માટે અમુક ચોક્કસ આસનનો અભ્યાસ કરી શકાય છે.

મત્સ્યાસન, પાદસ્તાસ્ન , સર્વાગાસન, સેતુબંધાસન , શિર્ષાસન , અઘોમુખાસન, પ્રસૃતાપાદોતાનાસન, વિપરીતકરણી, સલભાસન, સવાસન, તેમજ ગૌમુખાસન જેવા આસનો કરી શકાય છે. જે આપણા ફેફસાંને મજબુત બનાવે છે. મસ્તિષ્ક સુધી લોહી પહોંચાડે છે આપણા શરીરને કાર્યક્ષમતામાં વધારો કરે છે.

પરંતુ ઉપરના દરેક આસનોની સાચી રીત શીખી લેવી જરૂરી છે. તેમજ દરેક વ્યકિત પોતાની કાર્યક્ષમતા તેમજ શરીરની અનુકૂળતાને ધ્યાનમાં રાખીને જ આસનોનો અભ્યાસ કરે.

આ સિવાય શ્રી તાવરીયાજીની આપેલી સીકસ બ્રિઘીંગ એકસરસાઇઝ પણ ચોકકસ કરી શકે છે.

આ ઉપરાંત સૂર્ય નમસ્કારનો અભ્યાસ પણ રોજ કરવો જોઈએ. તેનાથી શરીરની ઊર્જામાં ચેતન આવે છે. સૂર્ય નમસ્કાર ફુલબોડી એકસરસાઇઝ છે. રોજ પાંચથી અગિયાર સૂર્યનમસ્કાર કરવા.

આમ જો વ્યકિત અત્યારના સંજોગોમાં ઘરે બેસીને દસ મિનિટ બેઝિક વોર્મ અપ એકસરસાઇઝ, પંદરથી વીસ મિનિટ પ્રાણાયામ તમેજ વીસ મિનિટ આસનનો, સૂર્ય નમસ્કાર અભ્યાસ કરી, અને દસ મિનિટ ધ્યાન માટે જો સમય ફાળવે કોરોના તો શું કોઈ વાયરસ તેમની આજુબાજુ ફરકી પણ નહી શકે.

ઘરમાં રહો, સરકારની આપેલી સુચનાઓનો અમલ કરો , વાતાવરણમાંથી નેગેટિવિટી દૂર કર, પોઝિટિવ વાઇબ્રશેન નો ફેલાવો કરો, યોગ પ્રાણાયામ કરો, હેલ્ધી અને ઘરનું ખાવાનું લો, તમે પણ સુરક્ષેત રહો, તમારો પરિવાર પણ સુરક્ષિત રાખો. તો દેશ અને દુનિયા આપોઆપ કરોના મુકત થઇ જશે.

અલ્પા શેઠ, યોગનિષ્ણાંત, મો.૯૪૨૮૪ ૬૩૫૦૫

(3:47 pm IST)
  • કોરોના વાયરસ જો કોમ્યુનિટીમાં ફેલાય તો લોકોને સારવાર આપવી ખૂબ મુશ્કેલ : ભારતમાં 1000 લોકોએ બેડની સંખ્યા 0.7 છે જ્યાં ફ્રાંસમાં તે 6.5, ચીનમાં 4.2, અમેરિકામાં 2.8 જયારે સાઉથ કોરિયામાં 11.5 છે. access_time 1:52 pm IST

  • વિરોધપક્ષના નેતા પરેશ ધાનાનીની કોરોના મુદ્દે અપીલ : કોંગ્રેસી ધારાસભ્યોને ગ્રાન્ટમાંથી ૧૦ લાખની ફાળવણી કરવા અપીલ : પ્રત્યેક કોંગ્રેસી ધારાસભ્ય આ ગ્રાન્ટમાંથી તેના વિસ્તારમાં મેડિકલ સુવિધા કરાવે ઉપલબ્ધ access_time 4:37 pm IST

  • હું ઘરે પત્નીની વાતો સાંભળુ છુઃ તમે ગૃહમંત્રીનું સાંભળોઃ ઉધ્ધવ ઠાકરે : મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉધ્ધવજીએ લોકોને ભરોસો આપતા જણાવેલ કે હું ઘરમાં પત્નીની વાત સાંભળી રહ્યો છુ, તમે ગૃહમંત્રીની વાત સાંભળો અને ઘરે જ રહોઃ બધી જરૂરી ચીજવસ્તુઓ પહોંચાડાશે access_time 3:34 pm IST