Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

શહેરના વિવિધ સ્થળોએ ફાયર બ્રિગેડ દ્વારા દવા છંટકાવ

રાજકોટઃ કોરોનાના સંક્રમણ સામે લેવાઈ રહેલા વિવિધ પગલાઓના ભાગ રૂપે શહેરના વિવિધ સ્થળો પર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ડિસઇન્ફેકશનની કામગીરી કરવામાં આવી રહી છે, શહેરના અમુક સ્થળો પર છંટકાવ થઈ ગયેલ છે અને હજુ છંટકાવની પ્રક્રિયા ચાલુ છે, તેમ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.  શહેરના એસ.ટી બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, પોલીસ હેડકવાર્ટર કેમ્પસ, રેસકોર્સ રિંગ રોડ, મનપાની ત્રણેય ઝોનની કચેરીઓ, જિલ્લા પંચાયત ભવન, બહુમાળી ભવન, સંપૂર્ણ સિવિલ હોસ્પિટલ કેમ્પસ, પોલીસ કમિશનરની કચેરી, જિલ્લા પોલીસ વડાની કચેરી, વિવિધ શાકમાર્કેટ, તમામ હોકર્સ ઝોન આ તમામ સ્થળોએ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ડિસઇન્ફેકટની કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલ મનપાની ટીમ આ કાર્યવાહી કરી રહી છે. આ કામગીરી મ્યુનિ. કમિશનરના આદેશ અનુસાર ચીફ ફાયર ઓફિસર ડી.જે. ઠેબા ની નિગરાની હેઠળ થઈ રહેલ છે. તે વખતની તસ્વીર

(3:45 pm IST)