Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

મોટી ટાંકી ચોકના યશ મેડીકલની કટોકટીના સમયે અનેરી સેવા : ૩૧ મીએ રપમો સ્થાપના દિવસ

રાજકોટ : કોરાનાં સંક્રમણને રોકવા વર્તમાન લોકડાઉનની કટોકટીની સ્થિતિ છે. ત્યારે શહેરીજનોને સરળતાથી દવાઓ મળી રહે તે માટે મોટી ટાંકી ચોકમાં આવેલા ''યશ મેડીકલ'' દ્વારા દવા વિતરણની અનેરી સેવા અવિરત પણ ચાલુ છે. તસ્વીરમાં દવાઓ લેવા માટે આવેલા લોકો દર્શાય છે. સરકારશ્રીના ર૧ દિવસ લોકડાઉન બાદ મોટી ટાંકી ચોક ખાતે આવેલ યશ મેડીકલ સ્ટોર આ તકે યશ મેડીકલનાં પીયુષભાઇ જાવીયા જણાવે છે. કે અમારી મેડીકલ સ્ટોર્સની સેવા છેલ્લા રપ વર્ષથી આપી રહ્યા છીએ અને તેમાંય તા.૩૧ માર્ચ રોજ આ મેડીકલ સ્ટોરની સ્થાપનાનાં રપ વર્ષ પૂર્ણ થવાના છે. ત્યારે અત્યારે કટોકટીના સમયમાં અમને આ સેવાનો અવસર મળેલ છે. આ સેવામાં અશરફ શેખ, સોહિલ કટારીયા, સોહિલ વીસર, મનથન પ્રજાપતિ, મીલન વાડોલીયા, કલપીત જૈન તથા પીયુષ ભાણવડીયા વગેરે સહકાર આપી રહ્યા છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(3:43 pm IST)
  • રાજકોટમાં વાદળછાયુ વાતાવરણઃ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના ભાગરૂપે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક સેન્ટરોમાં આજથી વાતાવરણમાં પલ્ટો આવ્યો છે : આજથી શુક્રવાર સુધી કોઈ - કોઈ સ્થળોએ માવઠાની સંભાવના છે access_time 11:54 am IST

  • કેન્દ્ર સરકાર રાજયોને ૨ રૂપિયે કિલો ઘઉં અને ૩ રૂપિયે કિલો ચોખા પૂરા પાડશે : કેન્દ્રીય પ્રધાનની જાહેરાત access_time 6:05 pm IST

  • GTU દ્વારા પરીક્ષાઓ મુલત્‍વી રાખવામાં આવી છે આગામી સમયમાં નવી તારીખો જાહેર કરાશે access_time 11:49 pm IST