Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

ક્રાઇસ્ટ હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે આઇસોલેશન ૫૦ બેડની સુવિધા

ગુજરાતની પ્રથમ પ્રાઇવેટ હોસ્પિટલમાં તબીબી ટીમ અને વેલ ટ્રેઇન્ડ નર્સિંગ સ્ટાફની સેવા

રાજકોટ,તા.૨૫: રાજકોટ માધાપર સ્થિર ૧૫૦ બેડ ધરાવતી ક્રાઇસ્ટ મલ્ટી સુપર સ્પેશાયાલીટી હોસ્પિટલમાં તા.૨૪માર્ચની (COVID-19) ફેસેલિટી માટે રાજકોટના કલેકટર રેમ્યા મોહન પીએસઆઇ રાહુલ ગુપ્તા તથા મેડીકલ ટીમના આદેશ મુજબની તમામ મેડિકલ ફેસીલીટી, ૫૦ આઇસોલેશન બેડ જેમાં ઉપયોગી એવા તમામ પ્રકારના મેડિકલ ઇકયુપમેન્ટી નિષ્ણાંત ડોકટરોની ટીમ વેલ ટ્રેઇન્ડ નર્સિંગ સ્ટાફ તથા પેરામેડિકલ સ્ટાફનો ટીમ (COVID-19)ની લડત સામે ટીમ ઉભી કરવામાં આવી છે.

ક્રાઇસ્ટ મલ્ટી સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલ આજે છેલ્લા ૭ વર્ષથી લોકોની સેવામાં સમર્પિત છે. અને હંમેશા રહેશે. આજે દેશની અને ગુજરાત સરકાની આ કટોકટીની સ્થિતિમાં ક્રાઇસ્ટ હોસ્પિટલના સ્પેશ્યલ ૫૦ બેડ જે સંપૂર્ણ રીતે આઇસોલેટેડ છે તે માત્ર કોરોના વાઇરસના શંકાસ્પદ દર્દી તેમજ કોરોના પોઝિટિવ દર્દી માટે ફાળવવામાં આવ્યા છે. લોકોની સ્વાસ્થ જળવાઇ રહે તે માટે તમામ વ્યવસ્થા ઉભી કરેલ છે. જરૂર પડે આ વ્યવસ્થા વધારવા માટે પણ અમે સક્ષમ છે. ક્રાઇસ્ટ હોસ્પિટલના નિષ્ણાંત ડોકટરોની ટીમ આ સમયે ખડે પગે છે. અને કોઇ પણ પ્રકારની ગંભીર સ્થિતીને પહોંચી વળવા સક્ષમ છે અને કોઇ પણ કટોકટીના સમયે લોકો સાથે સૌથી પહેલા હોઇએ છીએ અને હંમેશા સાથે રહેશું એ જ અમારો હેતું છે

ક્રાઇસ્ટ મલ્ટી સુપર સ્પેશાયાલીટી હોસ્પિટલના ડાયરેકટર ફા.જોમોન થોમ્મનાએ જણાવાયું કે ગુજરાત રાજ્યની સરકાર તથા સૌરાષ્ટ્ર અને કચ્છની જનતા માટે મદદરૂપ તથા (COVID-19)ની મહામારી સામેની લડત લડવા માટે નિષ્ણાંત ડોકટરોની ટીમ તથા વેલ ટ્રેઇન્ડ નર્સિગ સ્ટાફ તથા પેરામેડિકલ સ્ટાફ ઉભા પગે સેવા આપવા તત્પર છે તથા સૌરાષ્ટ્ર અને કચ્છની અને દેશની તમામ જનતાને ઘરે રહી આ મહામારીને રોકવા સાથે આપવા માટે અપીલ કરેલ છે.

(3:41 pm IST)