Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

કોરોના સામે રક્ષણ મેળવવા શહેરના વિવિધ સ્થળો પર ડિસઇન્ફેશનની કામગીરીઃ

રાજકોટઃ કોરોનાના સંક્રમણ સામે લેવાઈ રહેલા વિવિધ પગલાઓના ભાગ રૂપે શહેરના વિવિધ સ્થળો પર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ડિસઇન્ફેકશનની કામગીરી કરવામાં આવી રહી છે, શહેરના અમુક સ્થળો પર છંટકાવ થઈ ગયેલ છે અને હજુ છંટકાવની પ્રક્રિયા ચાલુ છે, તેમ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું. કમિશનરશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, શહેરના રામકૃષ્ણ આશ્રમ તથા આજુબાજુના વિસ્તારો, ક્રિષ્ના પાર્ક ચોકડી-ગોંડલ રોડ, પુનિતનગર પાણીનો ટાંકો અને આજુબાજુના વિસ્તારો, કલેકટર કચેરી કેમ્પસ, મ્યુનિ. કમિશનરશ્રીના બંગલો અને આજુબાજુના વિસ્તારો, જી.ટી.શેઠ હોસ્પિટલ, જી.ઇ.બી.કચેરીઓ, રામનાથ પર પોલીસ ચોકી, ભકિતનગર પોલીસ સ્ટેશન, કોઠારીયા સ્વિમિંગ પુલ અને આજુબાજુના વિસ્તારો, આ તમામ સ્થળોએ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ડિસઇન્ફેકટની કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલ મનપાની ટીમ આ કાર્યવાહી કરી રહી છે.આ કામગીરી મ્યુનિ. કમિશનરના આદેશ અનુસાર ચીફ ફાયર ઓફિસર ડી.જે. ઠેબા ની નિગરાની હેઠળ થઈ રહેલ છે.

(3:39 pm IST)