Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

વેલડનઃ લોકો દુકાનો ઉપર જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓની ખરીદી માટે આ જ શિસ્તબદ્ધતા જાળવે

રાજકોટઃ. વિશ્વભરમાં નોવેલ કોરોના વાયરસની વૈશ્વિક મહામારીમાં દેશભરમાં લોકડાઉન કરવામાં આવ્યુ છે. રાજકોટમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે લોકડાઉનમાં લોકોની તકેદારીના ભાગરૂપે વધુ અવરજવરવાળા વિસ્તારોમાં આવેલી કરીયાણાની દુકાનો અને મેડીકલ સ્ટોરની બહાર લોકોની ભીડ એકત્ર ન થાય તે માટે જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ લેવા માટે નિકળેલા ગ્રાહકો જ્યારે દુકાને આવે ત્યારે તેની સેફટી માટે પોલીસ દ્વારા દુકાનની બહાર બે - બે મીટરના અંતરે સફેદ ગોળ રાઉન્ડ કરવામાં આવ્યા છે. ભકિતનગર વિસ્તારમાં આવેલા મેડીકલ સ્ટોર અને કરીયાણાની દુકાનની બહાર પૂર્વ વિભાગના એચ.એલ. રાઠોડ તથા ભકિતનગર પોલીસ મથકના પી.આઈ. વી.કે. ગઢવી સ્ટાફ સાથે ગ્રાહકો માટે બે - બે મીટરના અંતરે સફેદ ગોળ રાઉન્ડ કરવામાં આવ્યા હતા અને જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ લેવા માટે આવેલા ગ્રાહકોને તે રાઉન્ડમાં ઉભા રહેવાનું કહી એક-એક ગ્રાહકોએ વારાફરતી ખરીદી કરવા અંગે માર્ગદર્શન આપ્યુ હતું. આ રીતે સામાકાંઠા વિસ્તારમાં પણ બી-ડિવીઝન પોલીસે દુકાનોની બહાર ગ્રાહકો માટે બે - બે મીટરની અંતરના સફેદ ગોળ રાઉન્ડ કરવામાં આવ્યા હતા. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:38 pm IST)