Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

સિનર્જી હોસ્પીટલમાં શરદી-ઉધરસ-તાવના દર્દીઓ માટે અલગ ઓપીડી શરૂ

દર્દીઓના ચેપ ન લાગે તે માટે ઈમરજન્સી બહાર વ્યવસ્થા

રાજકોટઃ સૌરાષ્ટ્રની પ્રથમ હરોળની સિનર્જી હોસ્પીટલમાં ઈમરજન્સી બહાર અલગ ઓપીડી શરૂ કરવામાં આવી છે. પ્રસ્તુત તસ્વીરમાં દર્દીને તપાસતા જાણીતા ક્રિટીકલ કેર નિષ્ણાંત ડો. જયેશ ડોબરીયા નજરે પડે છે (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. ૨૫ :. કોરોના વાયરસની મહામારી જાહેર થઈ છે ત્યારે લોકોને ઉત્તમ સારવાર મળી રહે તે માટે તબીબોએ પ્રયાસ હાથ ધર્યા છે.

સૌરાષ્ટ્રની પ્રથમ હરોળની સિનર્જી મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પીટલમાં કોરોનાના દર્દીનો ૧ પોઝીટીવ ટેસ્ટ આવ્યો છે. જ્યારે બે શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા છે ત્યારે સિનર્જી હોસ્પીટલમાં તમામ સુવિધા ઉપલબ્ધ બની છે.

સિનર્જી હોસ્પીટલના ડાયરેકટર ડો. જયેશ ડોબરીયાએ જણાવ્યુ છે કે આંતરરાષ્ટ્રીય માર્ગદર્શિકા મુજબ શરદી, ઉધરસ, તાવના દર્દીઓ માટે સિનર્જી હોસ્પીટલમાં ઈમરજન્સી બહાર નવો વિભાગ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રકારના લક્ષણો ધરાવતા દર્દીઓને બહારથી જ તપાસીને યોગ્ય સલાહ અને માર્ગદર્શન તેમજ સારવાર કરવામાં આવે છે.

ડો. જયેશ ડોબરીયાએ વધુમાં જણાવેલ કે આ અલગ વ્યવસ્થાથી દર્દીઓનો ચેપ ન લાગે.. બીજા રોગના દર્દીઓએ ગભરાવાની જરૂર નથી.

સિનર્જી હોસ્પીટલમાં તબીબો, નર્સીંગ સ્ટાફ, વોર્ડ સ્ટાફ, મેનેજમેન્ટ સહિતના કર્મચારીઓ ખભેખભા મીલાવીને કાર્યરત છે.

(3:37 pm IST)