Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

શહેરના ૧૮ વોર્ડમાં દુધ - અનાજ કરીયાણુ - શાકભાજી મેડીકલ માટે નોડલ ઓફિસરોની ટીમ મૂકાશે : રેમ્યા મોહન

શહેર - જિલ્લાના ગરીબ - મધ્યમ વર્ગને કોઇ મુશ્કેલી નહી પહોંચે : લોકો અફવાઓથી દૂર રહે : કોરોનટાઇન થયેલ લોકોની મનોચિકિત્સક દ્વારા સારવાર

રાજકોટ તા. ૨૫ : સમગ્ર દેશમાં લોકડાઉન થયેલ છે. ત્યારે લોકોએ પણ સ્વયંશિસ્તમાં રહીને બીનજરૂરી ઘરની બહાર ન નિકળવા માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ પણ અપીલ કરી છે કે જીવનજરૂરીયાતની ચિજવસ્તુઓ લોકોને મળતી રહેશે. આ સંદર્ભે રાજકોટ જિલ્લા કલેકટરશ્રી રેમ્યામોહને આજરોજ તાકીદની એક બેઠક બોલાવી હતી.

રાજકોટ શહેર અને જિલ્લામાં લોકોને જીવનજરૂરીયાતની ચીજવસ્તુઓ સરળતાથી મળી રહે તે માટે સુદ્રઢ વ્યવસ્થા ગોઠવવા ચર્ચા વિચારણા અને સુચનો થયા હતાં. લોકો બિનજરૂરી ચીજવસ્તુઓનો સંગ્રહ ન કરે તેમજ દુકાનદારો પણ નફાખોરી તેમજ ખોટો પ્રચાર ન કરે, ખોટા પ્રચારથી લોકો શાકભાજી, દુધ, અનાજ કરીયાણા, મેડીકલ સ્ટોર વગેરે જગ્યાએ મોટી સંખ્યામાં એકત્ર થાય છે. આ પરિસ્થિતી નીવારવા માટે શહેરના ૧૮ વોર્ડમાં નોડલ ઓફીસર સાથે એક ટીમ બનાવવામાં આવશે. આ ટીમ શાકભાજી, કરીયાણું વગેરેની જથ્થાની યોગ્ય રીતે નિયતસ્થળ સુધી પહોંચાડવા તેમજ યોગ્ય રીતે વિતરણ થાય તે બાબતેઙ્ગ દેખરેખ રાખે તે મુજબનું આયોજન ગોઠવવામાં આવી રહ્યું છે.ઙ્ગ ઙ્ગ

શહેર અને જિલ્લાના છેવાડાના વિસ્તારના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ મળી રહે તેની પણ ચિંતા બેઠકમાં વ્યકત કરવામાં આવી હતી. જિલ્લાના ઔદ્યોગીક એકમોના માલીકોએ કર્મચારીની પણ ચિંતા કરવી જાઇએ જેથી તેમને કોઇ મુશ્કેલી ન પડે.

કલેકટરશ્રી રેમ્યામોહને કહ્યું કે કવોરનટાઇન થયેલ લોકોને હાથ પર સ્ટેમ્પીંગ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સાથો સાથ આવી વ્યકિતઓ માટે કાઉન્સીલીંગ સેન્ટરની પણ વ્યવસ્થા શરૂ થશે. આ સેન્ટરમાં મનોચિકિત્સક દ્વારા તેમની સારવાર થશે.

બેઠકમાં અખબાર વિતરણ કરતી વ્યકિતઓને બીનજરૂરી અડચણ ન પડે તે જોવા પણ જરૂરીઙ્ગ સુચનાઓ આપવા જણાવ્યું હતું.ઙ્ગઙ્ગ

આજની બેઠકમાં ધારાસભ્યોશ્રી ગોવિંદભાઇ પટેલ, શ્રી અરવીંદભાઇ રૈયાણી, શ્રી લાખાભાઇ સાગઠીયા, મેયર શ્રીમતી બીનાબેન આચાર્ય, શ્રી નિતીનભાઇ ભારદ્વાજ, શ્રી કમલેશભાઇ મીરાણી, શ્રી ડી.કે.સખીયા, શ્રી ભાનુભાઇ મેતા, શ્રી ભરતભાઇ બોઘરા વગેરે તેમજ મ્યુનિસીપલ કમિશ્નરશ્રી ઉદીત અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનીલ રાણાવસીયા, પોલીસ અધિક્ષકશ્રીઙ્ગ બલરામ મીના, નાયબ પોલીસ કમિશ્નરશ્રી રવી સૈની વગેરે ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(3:36 pm IST)