Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

રાજકોટના દવાના ધંધાર્થીઓનો કલેકટર સમક્ષ ઉકળાટઃ પોલીસને કહો તુચ્છ વ્યવહાર ન કરેઃ અમારો તમામ સહકારની ખાત્રી છે

છુટક મેડીકલ સ્ટોર્સના સ્ટાફ કે માલીક સાથે અમાનવીય વ્યવહારની અનેક ઘટનાઓ : કલેકટરે મીટીંગમાં તમામ બાબતની ખાત્રી આપીઃ આભાર માનતો દવા વર્ગ

રાજકોટ તા. રપઃ શહેરના કેમિસ્ટ એસો.એ કલેકટરને મળી તાકીદની રજુઆતમાં જણાવ્યું હતું કે, હાલ શહેર રાજય દેશ ગંભીર પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યાં છે. આપણાં દેશબાંધવાનોે ઓછામાં ઓછી હાલાકી પડે અને જાનહાનિ ન થાય એ આપણાં સૌની ફરજ છે.

અમો આવશ્યક ધારામાં આવીએ છીએ. આ પરિસ્થિતિમાં અમારા છુટક દવાનાં વેપારી પર ઇન્ફેકશન લાગવાનો પૂરો ભય હોવા છતાં જાનનાં જોખમે દેશબાંધવાની સેવા માટે તત્પર છે અને કાર્ય કરી રહ્યા છે. આ પરિસ્થિતિમાં દવાનો વેપારી કે દુકાનનો સ્ટાફ જથ્થાબંધ વિક્રેતા પાસેથી દવા લેવા માટે નીકળે છે અથવા જથ્થાબંધ વિક્રેતાનો માણસ દવાના ડીલીવરી આપવા નીકળે છે ત્યારે રસ્તામાં ફરજ પર રહેલ પોલીસ કર્મી. દ્વારા અમાનવીય અભિગમથી તુચ્છ વ્યવહાર થાય છે તે ન થાય એ માટે આપને નમ્ર અરજ છે. અમારા વેપારી ભાઇઓમાં ડરનો માહોલ પેદા ન થાય અને સારી રીતે સેવા પૂરી પાડી શકે એ માટે તંત્ર દ્વારા અમોને પૂરતાં સહકારની અપેક્ષા છે. જો વેપારી ભાઇઓમાં ડરનો માહોલ પેદા થશે અને દુકાનો બંધ રહેશે તો ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થવાની શકયતા રહેલી છે. આગામી ગંભીર-પરિસ્થિતિમાં અમોને અમારા વેપારી ભાઇઓને તંત્ર દ્વારા પૂરતો સાથ સહકાર મળી રહે એ માટે આપશ્રીને અમારી હૃદયપૂર્વકની વિનંતી છે. અમો કેમેસ્ટ્રી સનિષ્ઠ અને પ્રજાની સુખાકારી ઇચ્છતો વર્ગ છે. અમો ખાતરી આપીએ છીએ કે રાજકોટમાં દવાની અછતની કોઇ ગંભીર પરિસ્થિતિનું નિર્માણ નહિં થવા દઇએ. અને હરહંમેશ ર૪ કલાક તંત્રની સાથે ખળેખભા મીલાવીને દેશ પર આવી ગંભીર સંકટનો સામનો કરવા સદૈવ તત્પર છીએ.

દરમિયાન આજરોજ કલેકટર શ્રી સાથે રૂબરૂ મુલાકાત દરમ્યાન કલેકટરએ કંપનીમાંથી રાજકોટ સુધી માલ (દવાઓ) સુગમતાથી, સરળતાથી પહોંચાડવાની ખાતરી આપીને અમોને કૃતજ્ઞ કરેલ છે જે માટે હૃદયથી કલેકટરશ્રીનો આભાર વ્યકત કરીએ છીએ.

(3:34 pm IST)
  • ખાનગી સિકયુરીટી એજન્સીઓને કેન્દ્ર સરકારનો મહત્વનો આદેશઃ ૨૧ દિ'ના લોકડાઉન દરમિયાન ખાનગી સિકયુરીટી એજન્સીઓને તેમના ગાર્ડ્સનો પગાર નહિં કાપવા કે લે-ઓફ (છુટા) નહિં કરવા કેન્દ્ર સરકારે હુકમો કર્યા છે access_time 11:58 am IST

  • આજ બુધવારે ચૈત્રી નોરતાના પ્રથમ દિવસે અયોધ્યામાં બિરાજમાન રામલલ્લા ટેન્ટમાંથી બહાર આવ્યા : 28 વર્ષ બાદ નવા કામચલાઉ મંદિરમાં પ્રસ્થાપિત કરાયા access_time 12:15 pm IST

  • કાબુલમાં શીખ ગુરુદ્વારા ઉપર હુમલાની ઘટના દુઃખદ : વડાપ્રધાન શ્રી મોદીએ વારાણસીમાં વિડિઓ કોન્ફરન્સ દરમિયાન સંવેદના પ્રગટ કરી : અફઘાનિસ્તાનમાં વસતા હિન્દૂ ,શીખ ,તથા લઘુમતી પરિવારને મદદ કરવા ભારત તત્પર હોવાનું જણાવ્યું access_time 8:34 pm IST