Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

દવા ખરીદવા રાજકોટમાં અડધા કિલોમીટરની લાઇન... સરકારની અવ્યવસ્થા કે પ્રજાની મજબુરી ?

વડાપ્રધાન મોદીએ કોરોનાને નાથવા ગઈકાલે ૨૧ દિવસના લોકડાઉનની જાહેરાત કરી છે અને લોકોને એકબીજાથી અંતર રાખવા અપીલ કરી છે. જેના અનુસંધાને રાજકોટમાં આજે દવા ખરીદવા માટે રૈયા રોડ ઉપર હનુમાન મઢી ખાતે એક મેડીકલ સ્ટોર બહાર અડધો કિ.મી. લાંબી લાઈન જોવા મળી હતી જે તસ્વીરમાં દેખાય છે. લોકોએ વડાપ્રધાનની વાત માનીને એકબીજા વચ્ચે અંતર રાખ્યુ હતુ તે તસ્વીરમાં દેખાય છે. રાજકોટમાં ગઈકાલ રાતથી અનાજ કરીયાણુ અને દવા ખરીદવા લોકો દુકાનોએ ઉમટી પડયા હતા. તસ્વીરમાં જે લાઈન દેખાય છે તેના પરથી એવો પ્રશ્ન ઉઠે છે કે શું આ સરકારની નિષ્ફળતા ગણી શકાય કે લોકોને દવા ખરીદવા પણ લાઈનમા ઉભુ રહેવુ પડે છે કે પછી લોકોની મજબુરી છે.(તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:25 pm IST)