Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

રાજકોટ શહેરની તમામ ચેક પોસ્ટો પર કિલ્લેબંધી

રાજકોટઃ ભારતભરમાં ૨૧ દિવસના લોકડાઉનને પગલે રાજકોટ શહેરમાં પ્રવેશતા અલગ-અલગ રસ્તાઓની મુખ્ય ચેકપોસ્ટ બંધ કરી દેવામાં આવી છે. આ ચેકપોસ્ટ પર સતત પોલીસનું ચેકીંગ થઇ રહ્યું છે. કોઇને અંદર આવવા દેવામાં આવતાં નથી અને બહાર નીકળવાની પણ મનાઇ ફરમાવી દેવામાં આવી છે. તસ્વીરમાં મોટા મવા ચેકપોસ્ટ પર રસ્તો બંધ જોઇ શકાય છે અને પોલીસ સ્ટાફ માસ્ક-ગ્લોવ્ઝની સુરક્ષા સાથે બંદોબસ્ત જાળવી રહેલો જોવા મળે છે (ફોટોઃ અશોક બગથરીયા)

(1:10 pm IST)