Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

રાજકોટમાં ૭પ વર્ષના વૃધ્ધાને તેમના પુત્રને કારણે કોરાનાનો ચેપ લાગ્યાની શંકાઃ પુત્રને લક્ષણોઃ અનેક મિત્રોને મળ્યો છે

બીજો દર્દી ૩૬ વર્ષના યુવાનના ૭ને ત્રીમંદિર ખાતે કોરોનટાઇન કરી દેવાયા...: સવારથી આ તમામને ગોતી કોરોનટાઇન કરવા કે આઇસોલોટેડ કરવા દોડધામ..: યાજ્ઞિક રોડ પરની ૩ શેરીમાં પોલીસ બેસાડી દેવાઇઃ તમામ લોકોને કોરોનટાઇન કરતું કોર્પોરેશન : ગઇકાલ મોડી રાત સુધીમાં વધુ ૮ સેમ્પલ જામનગર મોકલાયા આજે વધુ મોકલાશેઃ બપોરે ૩ વાગ્યે આંકડા આવશે

રાજકોટ તા. રપ :.. રાજકોટમાં વધુ બે કોરાનાના પોઝીટીવ કેસ આવતા તમામ તંત્રની નીંદર હરામ થઇ ગઇ છે. જાગનાથ ૧પ-૧ માં યાજ્ઞિક રોડ ઉપર ૭પ વર્ષના વૃધ્ધાને  તો ન્યુ કોલેજવાડીમાં ૩૬ વર્ષના યુવાનને કોરોના પોઝીટીવ નીકળ્યો છે.

દરમિયાન કલેકટરે 'અકિલા'ને જણાવ્યું હતું કે, રાજકોટમાં ૭પ વર્ષના વૃદ્ધાને તેમના પુત્રને કારણે કોરાનાનો ચેપ લાગ્યાની શંકા ઉદ્ભવી રહી છે. કારણ કે આ વૃદ્ધા પ દિ'થી ઘરની બહાર નીકળ્યા નથી અને તેમના પુત્રને લક્ષણો જણાયા છે, આથી તેમને આઇસોલેટેડ કરાયા છે.

કલેકટરે જણાવ્યું હતું કે, આ યુવાન તેના ઘણા મિત્રોને પણ મળ્યો છે. સાડીની દુકાન છે, અન્ય નજીકના સગા-સંબંધીઓને પણ મળ્યો છે. આ તમામને શોધી કાઢી કોરોન્ટાઇન કરવા સવારથી ટીમો કામે લગાડી છે.

કલેકટરે જણાવેલ કે ન્યુ કોલેજવાડીનો ૩૬ વર્ષનો બીજો યુવાન દર્દીને પોઝીટીવ કેસ જણાતા તેમના કુટુંબીજનોના અન્ય ૭ લોકોને ત્રિમંદિર ખાતે કોરોન્ટાઇન કરી દેવાયા છે.

બીજી બાજુ યાજ્ઞિક રોડ પરની ૩ શેરીમાં પોલીસ બેસાડી દેવાઇ છે. આસપાસના તમામ પડોશીઓને પણ કોર્પોરેશન દ્વારા કોરોન્ટાઇન કરી દેવાયા છે. 

(12:09 pm IST)