Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

ફરસાણની દુકાન અને બેકરી પાસે ભીડ એકત્ર કરનારા બે વેપારી સામે ગુન્હો

ગાંધીગ્રામ પોલીસે નાગેશ્વર સોસાયટીમાંથી વેપારી નિલેશ વાડોલીયા અને જામનગર રોડ પરથી વેપારી મયંક સોનછાત્રાની ધરપકડ કરી

રાજકોટ તા.રપ : વીશ્વભરમાં નોવેલો કોરોના વાયરસની મહામારીના કારણે દેશભરમાં લોકડાઉન કરવા છતા શહેરના ગાંધીગ્રામ નાગેશ્વર સોસાયટીમાં ફરસાણની દુકાન અને જામનગર રોડ પર બેકરી ખુલ્લી રાખી ભીડ એકત્ર કરનારા બે વેપારીની ધરપકડ કરી છે.

મળતી વિગત મુજબ કોરોના વાયરસની મહામારીના કારણે દેશભરમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. અને કોઇપણ જગ્યાએ અથવા દુકાનો પાસે લોકોના ટોળુ જોવામાં આવશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવુ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું અને પોલીસ દ્વારા શહેરભરમાં સતત પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે ગઇકાલે ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ કે.એ.વાળાના માર્ગદર્શન હેઠળ કોન્સ શ્રીજરાજસિંહ તથા કનુભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે નાગેશ્વર સોસાયટી પટેલ ચોકની બાજુમાં આવેલ કેવલ ફરસાણ નામની દુકાન ખુલ્લી રાખી લોકોની ભીડ એકઠી કરી ફરસાણનું વેચાણ કરી અને સ્વચ્છતા ન રાખી ગ્રાહકો માટે સેનેટાઇઝર નહી રાખી જાહેરનામાનો ભંગ કરનાર વેપારી નિલેશ તળશીભાઇ વાડોલીયા (ઉ.૪૦) (રહે. ગાંધીગ્રામ શાસ્ત્રીનગર શેરી નં.૧૭, દોઢસોફુટ રોડ)ની ધરપકડ કરી હતી.

જયારે જામનગર રોડ પર નાગેશ્વર અરીહંત એવન્યુ સી બીલ્ડીંગમાં આવેલી મધુરમ બેકરી ખુલ્લી રાખનારા વેપારી મયંક અનીલભાઇ સોનછાત્રા (ઉ.૩ર) (રહે.રઘુવીરપરા (૬/૭ નો ખુણો રઘુવીરપરા) ની જાહેરનામાના ભંગ બદલ ધરપકડ કરવામાં આવી હતી.

(12:01 pm IST)