Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

'કોરોના'ના આતંક સામે લોકડાઉનનું શસ્ત્ર... સમગ્ર રાજકોટ શહેર સુમસામ

રાજકોટ : વિશ્વવ્યાપી અદ્રશ્ય જીવલેણ રોગ 'કોરોના'એ જબરો આતંક મચાવ્યો છે ત્યારે વડાપ્રધાન મોદીએ દેશમાં ૨૧ દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે. લોકડાઉન જાહેર કર્યા બાદ આજે પ્રથમ દિવસે રાજકોટ શહેર સુમસામ ભાસી રહ્યું છે. ૨૪ કલાક ધમધમતા શહેરના રાજમાર્ગો ઉપર સન્નાટો છવાઇ ગયો છે. ઇતિહાસમાં કદી ન જોયો હોય કે ન અનુભવ્યો હોય તેવા દિવસો લોકોએ જોવા પડી રહ્યા છે. ૨૦ લાખની પ્રજા આજથી ૨૧ દિવસ માટે પોતપોતાના ઘરોમાં કેદ થઇ ગઇ છે. માત્ર આવશ્યક સેવાઓ જ ચાલુ છે. તસ્વીરમાં માધાપર ચોકડી દેખાય છે જે સાવ ખાલી નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(11:39 am IST)
  • GTU દ્વારા પરીક્ષાઓ મુલત્‍વી રાખવામાં આવી છે આગામી સમયમાં નવી તારીખો જાહેર કરાશે access_time 11:49 pm IST

  • મહારાષ્ટ્રનું કોરોના કપલ નેગેટીવ જાહેર : મહારાષ્ટ્રમાં પ્રથમ દંપતિ એવુ છે જેને બંનેને કોરોના પોઝીટીવ આવેલ : બંનેને નેગેટીવ રીઝલ્ટ આવતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપી તેમને ૧૪ દિવસ માટે તેમના ઘરે 'હોમ કોરોન્ટાઈન' કરવામાં આવ્યા છે access_time 3:18 pm IST

  • ચલણી નોટોથી કોરોના વાઇરસ ફેલાવાનો કોઈ ભય નથી : નોટોની લેતી દેતી કરતા કેશિયર સેનિટાઇઝરનો ઉપયોગ કરે છે : એટીએમ માં નાણાં મુક્યા બાદ અધિકારી દ્વારા કિપેડને પણ સેનિટાઇઝ કરવામાં આવે છે : કરન્સી સાઇકલ એશોશિએશનની સ્પષ્ટતા access_time 11:54 am IST