Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

૨૯મીએ રંગકસુંબલ ડાયરો

યુવાઓની ટીમ દ્વારા આયોજનઃ ગાયકો ઉમેદ ગઢવી, સ્મિત દોશી, શેખર ગઢવી, વિશાલ વરૂ

રાજકોટઃ શહેરના યુવાઓની ટીમ દ્વારા આગામી તા.૨૯ના શનિવારે રાત્રે ૮ વાગ્યાથી અરવિંદભાઈ મણીઆર હોલ ખાતે રંગકસુંબલ ડાયરાનું આયોજન કરવામાં આવેલ છે.

 

આ કાર્યક્રમમાં ગાયક કલાકાર અષાઢી ગાયક ઉમેદ ગઢવી, સ્મિત દોશી, શેખર ગઢવી, વિશાલ વરૂ પોતાના સુર લહેરાવશે. કાર્યક્રમનું સંચાલન અરૂણા પટેલ અને ભાવેશ દક્ષિણી કરશે.  વિનામૂલ્યે આયોજીત આ રંગ કસુંબલ લોકડયારાને સફળ બનાવવા સ્મિત દોશી (મો.૯૬૩૮૪ ૦૬૭૭૩), વત્સલ ડોડીયા (મો.૬૩૫૨૮ ૩૨૨૬૨), કશ્યપ ડોડીયા, ભાવેશ દક્ષિણી, આશુતોષ ઠાકર, અરૂણા પટેલ જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:31 pm IST)