Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

ચેક રિટર્ન કેસમાં જમીન મકાનના ધંધાર્થીને એક વર્ષની સજા અને ૧૯ લાખ વળતર પેટે ચુકવવાનો હુકમ

રાજકોટ તા. ૧૩ : રાજકોટના સોની વેપારી અને જમીન મકાનના ધંધાર્થી ગીરીશભાઇ વિઠ્ઠલદાસ પારેખને એક વર્ષની સજા અને રૂ.૧૯,૦૦,૦૦૦-/ વળતર પેટે ચુકવવાનો હુકમ અદાલતે ચેક રિટર્નના કેસમાં ફરમાવેલ છે.

રાજકોટ તા.૧૩/ર/ર૦ર૦ ફરીયાદી દક્ષાબેન મગનભાઇ પટેલ રહે. સીટી એપાર્ટમેન્ટ ફલેટ નં.પ૦પ, આનંદ બંલા ચોક, નવલનગર-૩, રાજકોટ વાળાએ રાજકોટના સોની વેપારી ગીરીશભાઇ વિઠ્ઠલદાસ પારેખ રહે. સંતોષ ડેરી સામે, પ્રહલાદ પ્લોટ-૧૦ ના ખુણો, વંદે માતરમ દુકાન ઉપર પેલેસ રોડ, રાજકોટ મુકામે રહેતા અને રાજકોટમાં 'શુકન જ્વેલર્સ' ના નામે સોની કામ કરતા અને શો-રૂમ ધરાવતા તેમજ તેઓ જમીન-મકાનના લે-વેચનો પણ વ્યવસાય કરે છે અને તેઓની સામે ફરીયાદી દક્ષાબેન પટેલએ ગઇ તા. ર૭/૧૧/૧ર ના રોજ નગોશીયેબલ ઇન્સ્ટ્રુ્રુમેન્ટ એકટ-૧૮૮૧ ની કલમ ૧૩૮ મુજબ ફરીયાદ કરેલી.

આ ફરીયાદમાં આરોપી ગીરીશ વિઠ્ઠલદાસ પારેખને રાજકોટના ચીફ જયુડીશયલ મેજીસ્ટ્રેટ આર.બી.ગઢવીએ આરોપી સામેનો કેસ ફરીયાદી દક્ષાબેને શંકા વગર સાબિત કરી દીધેલાનું માની અને આરોપી ગીરીશભાઇને એક વર્ષની જેલ સજાનો હુકમ કરેલ છે અને ચેકની રકમ રૂ.૧૯,૦૦,૦૦૦/- વળતર પેટે આરોપી ગીરીશભાઇએ દક્ષાબેનને સજા થયાની તારીખથી એક માસની અંદર ચુકવી આપવી તેવો હુકમ કરેલ છે અને જો વળતરની રકમ ન ચુકવે તો વધુ છ માસની જેલ સજા ભોગવવા હુકમ કરેલ છે.

ફરીયાદીની જુબાની અને સાક્ષીઓને તપાસીને ઇરાદાપુર્વક ખાતામાં પુરતુ ભંડોળ રાખેલ નથી અને રૂ.૧૯,૦૦,૦૦૦/- જેવી મોટી રકમ એક ઉમર લાયક સ્ત્રી પાસેથી લઇ લીધા બાદ પ્રોમીસરી નોટો લખી, ચેકો આપી અને ચેક ડીસઓનર કરાવેલ છે. એ અંગે વડી અદાલતોના ચુકાદાઓ પોતાના જજમેન્ટમાં લખી અને સજાના મુદા અંગે જજમેન્ટમાં ચર્ચા કર્યા મુજબ ફરીયાદ પક્ષ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ ના ગુન્હા સબબ આરોપી ગીરીશ વિઠ્ઠલદાસ પારેખને ગુનેગાર માની અને એક વર્ષની સજા અને રૂ.૧૯,૦૦,૦૦૦/- વળતર ફરીયાદી દક્ષાબેનને આરોપીએ એક માસમાં ચુકવી આપવા અને ન ચુકવે તો છ માસની વધુ સજા કરવા હુકમ ફરમાવેલ છે.

(4:30 pm IST)