Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

શહેરનાં ૧૮ વોર્ડના પ્રમુખોની નિમણુંક કરતા અશોક ડાંગર

કોર્પોરેશનની ચૂંટણી પૂર્વે સંગઠન મજબુત બનાવવા કોંગ્રેસની તૈયારી શરૂઃ ટુંક સમયમાં પ્રભારી અને ઇન્ચાર્જની પણ નિમણૂકો

શહેર કોંગ્રેસ દ્વારા આજે શહેરનાં તમામ ૧૮ વોર્ડનાં પ્રમુખોની નિમણૂકો કરી તમામને નિમણૂક પત્ર અપાયા તે વખતની તસ્વીરમાં શહેર પ્રમુખ અશોક ડાંગર, પ્રદેશ અગ્રણી મહેશ રાજપૂત વગેરે દર્શાય છે

 

રાજકોટ,તા.૧૩: હવે આગામી થોડા મહીનાઓ બાદ મ્યુ. કોર્પોરેશનની નવી ટર્મ માટે કોર્પોરેશનની ચુંટણી આવી રહી છે. ત્યારે શહેર કોંગ્રેસનાં તેજો તર્રાર પ્રમુખ અશોકભાઇ ડાંગરે શહેરનાં તમામ ૧૮ વોર્ડમાં સંગઠન મજબુત બનાવવા તમામ વોર્ડનાં પ્રમુખોની નિમણૂકો કરી દીધી છે.

આ અંગે સતાવાર યાદીમાં જણાવેલ વિગતો મુજબ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાની મંજુરીથી રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે તા.૧૩ને ગુરૂવારના રોજ રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર, રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા, રાજકોટ શહેર કોંગ્રેસ પૂર્વ પ્રમુખ મહેશભાઈ રાજપૂત, પ્રદેશ કોંગ્રેસ આગેવાનો ડો.હેમાંગભાઈ વસાવડા, જશવંતસિંહ ભટ્ટી, દિનેશભાઈ મકવાણા, દિનેશભાઈ ડાંગર, મયુરસિંહ જાડેજા વગેરે આગેવાનોની હાજરીમાં રાજકોટ શહેર કોગ્રેસના તમામ વોર્ડ પ્રમુખોની નિમણુક કરવામાં આવેલ હતી તેમજ તમામ વોર્ડ પ્રમુખોને નિમણુક પત્રો આપવામાં આવેલ હતા આ તકે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશોકભાઈ ડાંગરે જણાવ્યું હતું કે રાજકોટ શહેરમાં આગામી આવનારી સ્થાનિક સ્વરાજયની ચુંટણીમાં રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા રાજકોટના દરેક વોર્ડમાં સંગઠનો મજબુત કરી અને ચુંટણીની તૈયારીઓ કરવા હાંકલ કરેલ હતી તેમજ ટૂંક સમયમાં વોર્ડના પ્રભારી અને વોર્ડ ઇન્ચાર્જની નિમણુક જાહેર કરવામાં આવશે.(૨૨.૩૫)

શહેર કોંગ્રેસનાં નવનિયુકત વોર્ડ પ્રમુખોની યાદી

વોર્ડ નં.       વોર્ડ પ્રમુખ

૧     રમેશભાઈ જુન્જા

૨     કૃષ્ણદતભાઈ રાવલ

૩     તુષારભાઈ દવે

૪     અલ્પેશભાઈ ટોપિયા

૫     રણમલભાઈ સોનારા

૬     રાજેશભાઈ કાપડિયા

૭     કેતનભાઈ જરીયા

૮     મહેન્દ્રભાઈ શ્રીમાળી

૯     ગીરીશભાઈ ઘરસંડિયા

૧૦   જગદીશભાઈ ડોડીયા

૧૧   કેતનભાઈ તાળા

૧૨   જગદીશભાઈ સખીયા

૧૩   મેપાભાઈ કણસાગરા

૧૪   રાજેશભાઈ કાચા

૧૫   વાસુભાઈ ભંભાણી

૧૬   દીપુલભાઈ સાવલિયા

૧૭   દર્શનભાઈ ગૌસ્વામી

૧૮   દિપકભાઈ ધવા

 

(4:29 pm IST)