Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી શુક્ર-શનિ વાદળછાયુ વાતાવરણ : ગરમી રહેશે : રવિવારથી ઠંડી ક્રમશઃ વધશે

રાજકોટ સહિત અનેક શહેરોમાં સવારે ધાબડીયુ વાતાવરણ : સૌરાષ્ટ્ર કરતા ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધુ

રાજકોટ, તા. ૧૩ : હાલમાં ઠંડી બિલકુલ ગાયબ થઈ ગઈ છે અને દિવસ દરમિયાન ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. ઉનાળા જેવું વાતાવરણ જોવા મળે છે. દરમિયાન શુક્ર - શનિ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી વાદળછાયુ વાતાવરણ રહેશે. ગરમીની અસર જોવા મળશે. રવિવારથી ફરી ઠંડીમાં વધારો થશે તેમ વેધરની એક ખાનગી સંસ્થાએ જણાવ્યુ છે.

આગામી ૧૮મી ફેબ્રુઆરી સુધી એકધારા શિયાળુ પવનો જોવા નહિં મળે. પવનો અસ્ત વ્યસ્ત થશે. દિવસ દરમિયાન પણ પવનોની દિશા અવાર નવાર બદલતા રહેશે. મિશ્ર પવનો જોવા મળશે. કયારેક ઉત્તરના તો કયારેક ઉત્તર પૂર્વના તો કયારે ઉત્તર પશ્ચિમી પવનોની ફૂંકાતા જોવા મળશે. તા.૧૪ અને ૧૭માં ૧૨ થી ૨૨ કિ.મી. સુધીના પવનો જોવા મળશે. બાકીના દિવસોમાં પવનોનું પ્રમાણ ઓછુ રહેશે.

રાજય ના મુખ્ય વિસ્તારો જેવાકે રાજકોટ સુરત અમદાવાદ ભાવનગર વડોદરા જેવા વિસ્તારોમાં ઉચ્ચતમ અને ન્યુનતમ તાપમાન નોર્મલ થી ૨ ડીગ્રી જેટલુ ઉચકાયુ છે.. છેલ્લા ત્રણેક ચારેક દિવસ થયા ઠંડીમાં ક્રમશઃ ઘટાડો થયો છે.હાલ રાજય ના વિસ્તારો માં ન્યુનતન તાપમાન ૧૫ થી ૧૮ ડીગ્રી જોવા મળે છે. જે વધી ને ૨૨ ડીગ્રી ને પાર થશે..એટલે તા ૧૫ સુધી ઠંડી ગાયબ થયા નો અહેસાસ થશે..બાદ તા.૧૬થી આંશિક ઠંડી ક્રમશઃ વધશે...

હાલમાં દિવસના તાપમાનમાં ક્રમશઃ વધારો જોવા મળેલ છે. જેના લીધે બપોરેનું ગરમી જેવો અહેસાસ થાય છે. રાજયના વિસ્તારોમાં તા.૧૧ થી  તા.૧૮ દરમ્યાન તાપમાન નો પારો ૩૩ થી ૩૭ ડીગ્રી વચ્ચે જોવા મળશે. સૌરાષ્ટ્ર કચ્છ માં તા.૧૪ થી ક્રમશઃ આંશિક ઘટાડો જોવા મળશે..સૌરાષ્ટ્ર કચ્છ કરતા ગુજરાત ના ભાગો માં તાપમાન વધુ ઉંચુ જોવા મળશે.

આજે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયુ છે. જેના લીધે તા.૧૪/૧૫ (શુક્ર-શનિ) હાઇ લેવલના વાદળો છવાશે.

(4:07 pm IST)