Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

ફકત ૧.૮ મી.મી.ના કાપામાંથી મોતિયાનું ઓપરેશનઃ ક્રિષ્ના આંખની હોસ્પિટલમાં અત્યાધુનિક મશીન મુકાયું

ડો.અતુલ બદીયાણીને સવા લાખથી વધુ આંખના ઓપરેશનોનો અનુભવ :ફેકો-ઈમલ્સીફાયર મશીન ''ગેલેકસી પ્રો ઓરબીટ'' પત્થરીયા મોતિયા, ઉંધા મોતિયા માટે ખૂબ જ ઉપયોગી

રાજકોટ,તા.૧૩: આંખના મોતિયાના ઓપરેશનના અનેક રેકોર્ડ સર્જનાર અને તેમના નેશનલ રેકોર્ડ માટે ભારતની પ્રખ્યાત લિમ્કા બુક ઓફ રેકોર્ડસમાં સ્થાન મેળવનાર રાજકોટના સિનિયર આંખના સર્જન ડો.અતુલ બદીયાણી (ગોલ્ડ મેડલિસ્ટ)ની ક્રિષ્ના આંખની હોસ્પિટલ તથા લેસર સેન્ટરમાં મોતિયાના ઓપરેશનનું સૌરાષ્ટ્રનું સૌપ્રથમ અત્યાધુનિક ફેકોઈમલ્સીફાયર મશીન GALAXY   PRO  ORBIT કાર્યરત થયેલ છે. માનવ શરીરનાં દરેક ઓપરેશનમાં ધીરે ધીરે જેમ બેન તેમ નાના કાપામાંથી ઓપરેશન થઈ શકે તેવી ટેકનોલોજીનો વિકાસ થઈ રહ્યો છે. જેમાં આંખની સર્જરી પણ બાકાત ન હોવાનું જણાવાયું છે.

આધુનિક ઓર્બીટલ અલ્ટ્રાસાઉન્ડ પાવર, માઈક્રો ઈન્સીઝન કેટેરેકટ સર્જરી, ૩૦૦૦ સીપીએમ વિટ્રેકટોમી, મલ્ટી ફંકશનલ અને પ્રોગ્રામેબલ ફુટ સ્વીચ કંટ્રોલ, વિડીયો ઓવરલે ફેસિલિટી સહિતની તમામ આધુનિક સુવિધાઓથી સજજ આ મશીન   પત્થરિયા મોતિયા, ઉધા મોતિયા સહિત કોઈપણ પ્રકારના મોતિયાના ટાંકાવગરના ઓપરેશનમાં અત્યંત કાર્યક્ષમ હોઈ ખુબ જ ઉપયોગી સાબિત થઈ રહ્યું છે. ફકત ૧.૮ મીમી.ના સુક્ષ્મ કાપામાંથી મોતિયાનું ઓપરેશનમાં અત્યંત કાર્યક્ષમ એકદમ સોફટ (નરમ) નેત્રમણિનું આંખમાં આરોપણ કરી દેવામાં આવે છે. સુક્ષ્મ કાપાને કારણે આંખમાં રૂઝ પણ ખુબ ઝડપથી આવે છે અને ઓપરેશન બાદ ચશ્માના નંબર પણ તદન ઓછા આવે છે. આંખમાં ફકત ટીપાં નાખીને કોઈપણ ઈન્જેકશન માર્યા વગર મોતિયાનું ઓપરેશન કરવામાં આવે છે. ઓપરેશન બાદ પટ્ટી કે પાટાની જરૂર જ પડતી નથી અને દર્દી તરત વાહન ચલાવી શકે છે તેમજ ટીવી પણ જોઈ શકે છે.

ડો.અતુલ બદીયાણીએ અત્યાર સુધીમાં કુલ ૧,૨૫,૦૦૦ (સવા લાખ)થી પણ વધુ આંખનાં ઓપરેશન કરેલ છે. તેમણે દેશ- વિદેશના અનેક ડોકટરોને મોતિયાની ફેકો સર્જરીની તાલીમ પણ આપેલ છે. તેમના બહોળા અનુભવનો અને આધુનિક ટેકનોલોજીનો વ્યાજબી દરે દર્દીઓ લાભ લઈ શકે તેના માટે દરરોજ સવારે ૧૧ થી ૧ તથા સાંજે ૫ થી ૮ તેમની અદ્યત્તન સાધનોની સજજ ''ક્રિષ્ના આંખની હોસ્પિટલ તથા લેસર સેન્ટર'', નીલકંઠ મહાદેવના મંદીર પાસે, આફ્રિકા કોલોની, ૧૫૦ ફુટ રિંગ રોડ, રાજકોટ (ફોનઃ ૦૨૮૧- ૨૫૮૫૭૫૭, મો.૯૪૨૬૨ ૨૬૨૮૦) ખાતે દર્દીઓ તપાસે છે અને સારવાર આપે છે. હોસ્પિટલમાં તમામ સુવિધા તથા સારવાર ગ્રાઉન્ડ ફલોર પર જ ઉપલબ્ધ હોવાનું જણાવાયું છે.

માનવ શરીરની તમામ ઈન્દ્રીયોમાં આંખ સૌથી નાજુક અને અગત્યની ઈન્દ્રીય હોઈ તેની કાળજી અને સારવાર બહુ મહત્વની બની રહે છે. ડો.અતુલ બદીયાણી આંખના રોગો વિશે દર્દીઓને શ્રેષ્ઠ માર્ગદર્શન તેમજ નીત્તિમત્તા પૂર્ણ સલાહ આપે છે. આંખમાં ફકત ટીપાં નાખીને ગણતરીની મિનિટોમાં જ ખુબ જ સરળતાથી અને વ્યાજબી દરે મોતિયાના ઓપરેશન કરે છે. હોસ્પિટલમાં મેડિકલેમ સુવિધા પણ ઉપલબ્ધ છે. છેલ્લા અગિયાર વર્ષથી ચશ્માના નંબર ઉતારવાના ઓપરેશન પણ આધુનિક લેસર પધ્ધતિથી તેમજ અત્યંત વધુ નંબર વાળા દર્દીઓને ખાસ નેત્રમણિ મુકીને ખુબ જ સરળતાથી, ઝડપથી અને સચોટતાપૂર્વક કરે છે. અગાઉ મોતિયાનું ઓપરેશન કરેલ આંખમાં ચશ્માનાં વધુ નંબર આવ્યા હોય તેવા દર્દીઓને આંખમાં ખાસ એડઓલ લેન્સ મુકીને ચશ્માનાં નંબર પણ દુર કરી શકાય છે. હોસ્પિટલમાં વિદેશ (જાપાન, જર્મની, અમેરિકા વગેરે)ના તમામ પ્રકારના આધુનિક નેત્રમણિ જેવા કે નેચરલ આઈ કયુ લેન્સ, હોય લેન્સ, ઝાઈસ લેન્સ, મલ્ટીફોકલ, ટ્રાઈફોકલ, ટોરીક (ડિગ્રીવાળા ત્રાસાં નંબર ઉતારવા માટે), આઈપીસીએલ, સલ્કોફીકસ વગેરે ઉપલબ્ધ હોવાનું યાદીના અંતમાં જણાવાયું છે.

(4:05 pm IST)