Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

રાષ્ટ્રીય કક્ષાની સ્વિમિંગ સ્પર્ધામાં રાજકોટની નિષ્ઠા - દેવલનું શાનદાર પ્રદર્શન

મ્યુ.કોર્પોરેશનનાં કર્મચારી પ્રશાંત પંડયાની બંને પુત્રીઓએ શહેરનું ગૌરવ વધાર્યું

રાજકોટ,તા.૧૩: પોરબંદર ખાતે આયોજીત નેશનલ લેવલની સ્વીમેથોન યોજવામાં આવી હતી, જેમાં રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર શાખાના કર્મચારી પ્રશાંતભાઈ પંડ્યાની બંને પુત્રીઓ કુ. નિષ્ઠા અને કુ. દેવલ એ સ્વીમીંગમાં શાનદાર પ્રદર્શન કરી શ્રેષ્ઠ રેન્ક મેળવ્યો હતો. તેમજ કુ. નિષ્ઠાએ ૦૬ થી ૧૪ વર્ષની મહિલા કેટગરીમાં ૪૮ પ્રતિયોગિઓમાં રેન્ક ૨૬ અને ઓવરઓલ ૧૪૪ સ્પર્ધકોમાં ૩૩મુ સ્થાન મેળવ્યું હતું અને કુ. દેવલએ ૦૬ થી ૧૪ વર્ષની મહિલા કેટગરીમાં ૪૮ પ્રતિયોગિઓમાં રેન્ક ૧૮ અને ઓવરઓલ ૪૬૫ સ્પર્ધકોમાં ૨૨ સ્થાન મેળવ્યું હતું કેટગરી રેન્ક ૧૮મેળવ્યો હતો.

પોરબંદર ખાતે યોજાયેલ સ્વીમેથોન ૨૦૨૦ નું સંપૂર્ણ આયોજન રામ સમુદ્ર સ્વીમીંગ કલબ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ કેટગરી પ્રમાણે સ્વીમીંગ હરીફાઈ યોજવામાં આવી હતી, આ હરીફાઈ સમુદ્રમાં કરવામાં આવી હતી. જેમાં કુ. નિષ્ઠા પ્રશાંતભાઈ પંડ્યાએ ૧ કી.મી. દરિયાઈ એટલેકે ૧.૮૫૨ કી.મી. ની રેસ ૩૦.૦૮ મીનીટમાં પૂરી કરી હતી જયારે કુ. દેવલ પ્રશાંતભાઈ પંડયાએ આ રેસ ૨૮ મીનીટમાં પૂર્ણ કરી પંડ્યા પરિવારનું અને આ સ્પર્ધામાં રાજકોટ શહેરનું ગૌરવ વધાર્યું હતું. આ સમાચાર મળતા જ રાજકોટ મહાનગરપાલિકાના વર્તુળમાંથી કર્મચારી પ્રશાંત પંડ્યાને તેમના બંને પુત્રીઓના શાનદાર સ્વીમીંગ પ્રદર્શન બદલ અભિનંદન વર્ષા થઇ રહી છે.

(4:04 pm IST)