Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

સંતશ્રી આશારામજી આશ્રમે કાલે માતા- પિતા પૂજન : શાળાનો વાર્ષિકોત્સવ

વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરાશે : ઇનામો પણ અપાશે

રાજકોટ, તા.૧૩ : આજના મોબાઇલ અને કોમ્પ્યુટર યુગમાં વ્યકિત એકાકી બનતા, પોતાના પરિવારથી દૂર થતો જાય છે અને સમાજમાંથી 'માતૃદેવો ભવઃ-પિતૃદેવો ભવઃ' જેવા દિવ્ય સંસ્કારો લોપ થતો જાય છે ત્યારે આજના બાળકો અને યુવાનોમાં પોતાના પરિવાર અને માતા-પિતા તેમજ વડીલો પ્રત્યે પુનઃ આદરભાવ જાગૃત થાય તે માટે સંતશ્રી આશારામ બાપુ પ્રેરિત 'માતા-પિતા પૂજન કાર્યક્રમ'નું ભાવપૂર્ણ આયોજન કરવામાં આવેલ છે.

સંતશ્રી આશારામજી આશ્રમ, (ન્યારીડેમ પાસે) ખાતે આવતી કાલે તા. ૧૪મી ફ્રેબુઆરીના રોજ સાંજે ૫ થી ૮ દરમિયાન યોજનાર આ કાર્યક્રમમાં ઉપસ્થિત દરેક ધર્મના યુવાનો અને વિદ્યાર્થીઓ દ્વારા  પોતપોતાના માતા-પિતાનું શાસ્ત્રકત વિધિ દ્વારા પૂજન કરવામાં આવશે. પૂજન વિધિ માટેની તમામ પૂજા સામગ્રી આયોજકો તરફથી નિઃશુલ્ક ધોરણે પૂરી પાડવામાં આવશે. તેમ યાદીમાં જણાવાયું છે.

પૂજન  કાર્યક્રમ બાદ સંતશ્રી આશારામજી પબ્લિક સ્કૂલનો વાર્ષિકોત્સવ-૨૦૨૦ ઉજવવામાં આવશે. જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સુંદર સાંસ્કૃતિક કૃતિઓ રજુ કરવામાં આવશે મહેમાનોના હસ્તે વિવિધ સ્પર્ધાના વિજેતા વિદ્યાર્થીઓમાં પુરસ્કાર વિતરણ કરવામાં આવશે. આયોજનને સફળ બનાવવા માટે પરમેશ્વરભાઇ, લાલાભાઇ, દિનેશભાઇ, અક્ષયભાઇ અને શાળા સંચાલન મંડળના રમેશ શિંગાળા, તુલજાશંકર શ્રીમાળી, નરેન્દ્ર વાઘેલા, આરે.કે. બાબરિયા તેમજ ધર્મ રક્ષામંચના પ્રમુખ બીજલભાઇ ટોળીયા સહિતના કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે.તસ્વીરમાં બીજલભાઇ ટોળીયા અને પરમેશ્વરભાઇ સાહુ  નજરે પડે છે. (તસ્વીર સંદીપ બગથરીયા)

(4:00 pm IST)