Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

મોરબી-ટીંબડી વચ્ચેના રોડ પર 'હિટ એન્ડ રન': મુસ્લિમ યુવાન હબીબ પારડીનું મોત

ચાલીને જતો હતો ત્યારે અજાણ્યા વાહનનો ચાલક ઉલાળીને ભાગી ગયોઃ રાજકોટમાં દમ તોડ્યોઃ ત્રણ સંતાને પિતાની છત્રછાંયા ગુમાવી

રાજકોટ તા. ૧૩: મોરબીના વીસીપરા કુલીનગરમાં રહેતાં હબીબ સુભાનભાઇ પારડી (ઉ.વ.૩૦)નું 'હિટ એન્ડ રન'ની ઘટનામાં મોત નિપજતાં પરિવારમાં માતમ છવાઇ ગયો છે.

કુલીનગરમાં રેતો હબીબ પારડી ગત રાતે નવેક વાગ્યે મોરબી-ટીંબડી વચ્ચેના રોડ પર ચાલીને જતો હતો ત્યારે કોઇ વાહનનો ચાલક ઠોકરે લઇ ભાગી જતાં ગંભીર ઇજા થઇ હતી. એકઠા થયેલા લોકોમાં કેટલાક હબીબના પરિચીત હોઇ તેના કુટુંબીજનોને જાણ કરી હતી. હબીબને મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોડી રાતે દમ તોડી દીધો હતો.

હોસ્પિટલ ચોકીના રાજુભાઇ ગીડા અને રવિભાઇએ જરૂરી કાર્યવાહી કરી મોરબી પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર હબીબ છુટક મજૂરી કરતો હતો. તે ત્રણ ભાઇમાં મોટો હતો. તેના મોતથી એક પુત્રી અને બે પુત્ર મળી ત્રણ માસુમ સંતાને પિતાની છત્રછાંયા ગુમાવતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે. મોરબી પોલીસે અકસ્માત સર્જી ભાગી ગયેલા વાહનની શોધખોળ હાથ ધરી છે.

(12:50 pm IST)