Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

રોગચાળાનો કહેરઃ શરદી-ઉધરસ-ઝાડા -ઉલ્ટીનાં ૫૦૦ કેસ

છેલ્લા અઠવાડીયામાં ૬ હજાર ઘરોમાં ફોગીંગ : ૩૭ કિલો અખાદ્ય ખોરાકનો નાશ

મ્યુ.કોર્પોરેશનનાં આરોગ્ય શાખાના મેલેરીયા વિભાગનાં કર્મચારીઓ દ્વારા મચ્છરજન્ય રોગચાળો અટકાવવા શહેરનાં વિવિધ વિસ્તારમંા ફગીંગ, દવા છટકાવની કામગીરી કરવામાં આવી હતી. તે વખતની તસ્વીર

રાજકોટ તા.૧૨:  છેલ્લા ત્રણ-ચાર દિવસથી શહેરમાં સવારે ઠંડી અને બપોરે ગરમીનું જોર વધી રહ્યુ છે. ત્યારે છેલ્લા એક અઠવાડીયામાં શરદી-ઉધરસ, ઝાડા-ઉલ્ટી સહિતના રોગચાળો યથાવત જોવા મળી રહ્યો છે.

મ્યુ. કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબમ્યુ. કોર્પોરેશનનાં ચોપડે છેલ્લા અઠવાડીયામાં  શરદી-ઉધરસ, ઝાડા-ઉલ્ટી સહિતના ૬૦૦ થી વધુ દર્દીઓ નોંધાયા છે .

મનપાની આરોગ્ય શાખામાં છેલ્લા અઠવાડીયામાં સામાન્ય શરદી ઉધરસ તાવના કેસ ૩૩૬, ઝાડા-ઉલ્ટીના ૨૧૩, ટાઇફોઇડ તાવના ૧ તથા મરડાનાં ૩, અન્ય તાવના કેસ ૨૩ સહિત કુલ ૬૦૦ થી વધુ કેસ નોંધાયા છે.

૨ હજાર ઘરોમાં ફોગીગ

શહેરમાં મચ્છરજન્ય રોગચાળો અટકાવવા મેલેરિયા વિભાગ દ્વારા ૬,૪૫૦ ઘરોમાં સર્વે કરવામાં આવ્યો હતો. ૨૭૬ ઘરોમાં ફોગીંગ કરાયું હોય. મચ્છર ઉત્પત્તી સબબ ૧૬ ને નોટીસ ફટકારવામાં આવી હતી.

૩૭ કિલો અખાદ્ય  ખોરાકનો નાશ

ખોરાકજન્ય રોગચાળો અટકાયત માટે એક સપ્તાહમાં ફૂડ શાખા દ્વારા ૩૪-રેકડી, ૨૮-દુકાન, ૪-હોટલ-રેસ્ટોરન્ટ, ૯-ડેરી ફાર્મ, સહિત કુલ ૧૧૫ ખાણીપીણીના ધંધાર્થીઓને ત્થા ચેકીંગ કરી ૩૭ કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરી ૧૦ ધંધાર્થીઓને નોટીસ ફટકારવામાં આવી છે.

(3:57 pm IST)