Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

રાજકોટ કોંગ્રેસ દ્વારા ''હેલ્મેટ''ના વિરોધમાં રાષ્ટ્રીય શાળા નજીક હેલ્મેટ નાબુદી સહિ ઝુંબેશ

રાજકોટ તા.૨: રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ તથા રાજકોટ શહેર કોંગ્રેસ યુથ કોંગ્રેસ દ્વારા આજરોજ સવારે ૧૦:૩૦ થી બપોરે ૧ કલાક સુધી શહેરી વિસ્તારમાંથી હેલમેટના કાયદો દુર કરવા માટે સહિ ઝુંબેશ અભિયાનના ભાગ રૂપે મહાત્મા ગાંધીની રાષ્ટ્રીય શાળા પાસેથી શહેરી વિસ્તારમાં હેલમેટ નાબુદી સહિ ઝુંબેશ કરવામાં આવેલ હતી.

જેમાં શહેરીજનોનો હેલમેટના કાયદા સામે પ્રચંડ રોષ પ્રગટાવી રહ્યા હતા અને સામેથી ઉભા રહી સહિ ઝુંબેશમાં પોતાનો સાથ સહકાર આપી રહ્યા હતા અને કહી રહ્યા હતા કે જયારે રાજકોટમાં હેલ્મેટના વિરોધમાં રેલી યોજાશે ત્યારે ભાગ લેશું તેમજ પોતાના ગુસ્સો ઠાલવી બોલી રહ્યા હતા કે લોકોને આ તધલધી કાયદાથી ભાજપ સરકાર હેરાન પરેશાન કરે  છે તેને દેખાડી દેશુ અને હેલ્મેટના વિરોધમાં અન્ય કોઇપણ કાર્યક્રમ જેમ કે ભૂખ હડતાલ કે ધરણા ંથશે તો એમાં પણ જોડાશે તેમજ આજે સાંજે ૫ કલાકે ત્રીકોણ બાગ ખાતે પણ હેલમેટ નાબુદી સહિ ઝુંબેશ કરવામાં આવશે આ કાર્યક્રમ રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ મહેશભાઇ રાજપૂતની આગેવાની હેઠળ યોજવામાં આવેલ.

આ કાર્યક્રમમાં રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશોકભાઇ ડાંગર, રાજકોટ શહેર કોંગ્રેસ યુથ કોંગ્રેસ પ્રમુખ જયપાલસિંહ રાઠોડ, લોક સરકાર સૌરાષ્ટ્ર ઝોન ઇન્ચાર્જ ભાર્ગવ પઢીયાર વોર્ડ નં.૭ કોંગ્રેસ પ્રમુખ કેતન જરીયા, નાગજીભાઇ વિરાણી, દેવેન્દ્ર સિંહ ભટ્ટી, કિશોર સિંહ જાડેજા, ગોપાલ બોરાણા, હીરલબેન રાઠોડ, ગુલામ મોઇનુદ્દીન નવાબ, લાખાભાઇ ઉંધાડ, આંનદ વાગડીયા, ભાવેશ જરીયા, મહેશભાઇ, રમેશભાઇ તલાટીયા, પ્રવિણભાઇ મુછડીયા, ગિરીશ જરીયા તથા અન્ય કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

(3:41 pm IST)