Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

રાજકોટ જિલ્લા પંચાયતના આરોગ્ય કર્મચારીઓનો સત્યાગ્રહ-૯મીએ રેલી

સરકારે પ્રશ્નોનો ઉકેલ ન કરતા સતાવાર ફોન જમા કરાવ્યા

રાજકોટ તા. ર : ગુજરાત રાજય આરોગ્ય કર્મચારી મહાસંઘ ગાંધીનગરના નેતૃત્વ હેઠળ રાજકોટ જીલ્લા પંચાયત આરોગ્ય કર્મચારી મંડળની રાહબરી હેઠળ ગુજરાત રાજય આરોગ્ય આરોગ્ય કર્મચારી સંઘ ગાંધીનગરના આદેશ મુજબ તા.૩૦/૧૧/ર૦૧૯ ના રોજ રાજકોટ જિલ્લાના તમામ ફિમેલ હેલ્થ વર્કર તથા ફાર્માસીસ્ટદ્વારા સરકારશ્રી દ્વારા આપવામાં આવેલ ટેકો મોબાઇલ તથા ઇવીનના મોબાઇલ જમા કરવા તથા આંદોલનની આગળની રણનીતી માટે રાજકોટ જિલ્લાના પાંચ બ્લેકમાં રાજકોટ ખાતે એકઠા થયેલ તેમજ ગોંડલ અને કોટડા સાંગાણીના કર્મચારીઓ ગોંડલ ખાતે અને જસદણ, વિંછીયાના કર્મચારીઓ, જસદણ ખાતે તેમજ જેતપુર, જામકંડોરણા તાલુકાના કર્મચારીઓ જેતપુર ખાતે તથા ધોરાજી, ઉપલેટાના કર્મચારીઓ ધોરાજી તાલુકા હેલ્થ કચેરીઓમાં મીટીંગ તથા ટેકો મોબાઇલ અને ઇવીન મોબાઇલ જમાં કરાવવામાં આવેલ હતા.

નરેન્દ્રભાઇ મોદી જેનો અવાર-નવાર ઉલ્લેખ કરતા હોય છે. તેવો આ કાર્યક્રમ મિશન ઇન્દ્રધનુષ છે.તે સોમવારથી શરૂ થાય છે. જેમાં ઇન્ડસ્ટ્રીયલ એરીયા, વાડી વિસ્તારો, કારખાનાઓના મજુરોના બાળકો અને સગર્ભા બહેનોનું રસીકરણ અને તપાસ ખાસ ઝૂંબેશ તરીકે કરવામાં આવશે.જે અંગેની તમામ કામગીરી આરોગ્યના કર્મચારીઓ દ્વારા કરવામાં આવશે. પરંતુ તે અંગેનું કોઇપણ જાતનું રીપોટીંગ કરવામાં આવશે. નહી છતા પણ સરકાર દ્વારા આરોગ્ય કર્મચારીઓના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં નહી આવે તો તા.૯/૧ર ના રોજ રાજકોટ જિલ્લા પંચાયત ખાતેથી રાજકોટ જિલ્લાના તમામ ટેકનીકલ કેડના ૭૦૦ કર્મચારીઓ દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવેલ છે તેમ જિલ્લા પંચાયત આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ એન.પી.ડઢાણીયા જણાવે છે.

(3:38 pm IST)