Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

સેકન્ડ નેશનલ વોટર એવોર્ડઃ કલેકટરે બેસ્ટ સ્કુલ માટે ત્રણ ગામોને નોમીનેશન કર્યા

કેન્દ્ર-જળશકિત ડીપાર્ટમેન્ટમાં મોકલાયું: બેસ્ટ ગ્રામ પંચાયત માટે નવી મેંગણી નોમીનેટ

રાજકોટ તા. ર : આગામી દિવસોમાં સેકન્ડ નેશનલ વોટર એવોર્ડ અપાશે, રાજકોટ જીલ્લા કલેકટર-પંચાયત સહિત દેશભરમાંથી કેન્દ્રના જળસંપતિ ખાતાને રપ૦૦થી વધુ અરજીઓ બેસ્ટ ડીસ્ટીકટ ઇન વોટર કન્ઝવેશન, બેસ્ટ વિલેજ  પંચાયત અને બેસ્ટ સ્કુલ-ગ્રામ્ય અંગે અરજીઓ આવી છે, તેમાંં રાજકોટ કલેકટરે પણ જીલ્લાના જુદા જુદા ગામોની સ્કુલ-પંચાયત અંગે નોમીનેશન મોકલ્યાનું સૂત્રોએ ઉમેર્યુ હતું.

કલેકટરે બેસ્ટ વિલેજ પંચાયત માટે નવી મેંગણી ગ્રામ પંચાયતનું નામ મોકલ્યુ છે, જીલ્લા પંચાયત હસ્તક આ ગામમાં પ૩ નાની સિંચાઇ યોજના, ૮૪૦ ચેકડેમ, આ ઉપરાંત કોઝવે, ખેત તલાવડી, ટપક સિંચાઇ અને ફુવારા પધ્ધતિ અંગે ર૮ લાખથી વધુના કામ થયા છે.

જયારે બેસ્ટ ડીસ્ટીક ઇનવોટર કન્ઝર્વેશનનું અલગથી મોકલાયુ છે, જેમાં ૧૪ સ્કુલમાં વરસાદી પાણી સંગ્રહનો ખાસ ઉલ્લેખ કરાયો છે.

આ ઉપરાંત બેસ્ટ સ્કુલ માટે ત્રણ નોમીનેશન કલેકટરે મોકલ્યા છે, જેમાં ગોંડલ તાલુકાની દેવડા પ્રાથમીક શાળા, રાજકોટ તાલુકાની પરાપીપળીયા, અને વિંછીયાની લાલાવદર પ્રા.શાળાનો સમાવેશ થાય છે.

(3:36 pm IST)