Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

પૂ.આ.ભ. યશોવિજયજી મ.સા.ની નિશ્રામાં

વિમલનાથ જિનાલયની આઠમી સાલગીરી ઉજવાઈઃ રાત્રે પરમાત્માઓની અંગરચના-પ્રભાવના-સમુહ આરતી

રાજકોટ,તા.૨: બલસાણા તિર્થ સ્વરૂપ શ્રી વિમલનાથ જિનાલય ખાતે આચાર્ય ભગવંત શ્રીમદ યશોવિજયજી મહારાજ સાહેબની નિશ્રામાં આજે તા.૨ને સોમવારના રોજ ૮મી સાલગીરી પ્રસંગે ધજા ચડાવવાનો તથા અન્ય લાભ ભાગ્યશાળાીઓએ લીધો હતો.

કાર્યક્રમમાં સતરભેદી પૂજા સવારે ૬ કલાકે શ્રી મહિલા મંડળે ભણાવેલ જેનો  લાભશ્રીમતી કાનનબેન બિપીનચંદ્ર પારેખ હસ્તે જયેશ ગૌતમે લીધેલ. મૂળનાયક શ્રી બલસાણા તીર્થ સ્વરૂપ શ્રી વિમલનાથ સ્વામી પરમાત્માના શિખરની ધજા તથા અન્ય ધજા ચડાવવાનું શુભ મુહૂર્ત સવારે ૭:૧૮ કલાકે વિધિકાર શ્રી પ્રકાશભાઈ દોશી દ્વારા કરાવાયેલ.

મૂળનાયક શ્રી બલસાણા તીર્થ સ્વરૂપ શ્રી વિમલનાથ સ્વામી પરમાત્મા શિખરની ધજાનો લાભાર્થી પરિવાર શ્રીમતી કાનનબેન બિપીનચંદ્ર પારેખ હતો. જયારે શ્રી લક્ષ્મી માતાજી દેરીની ધજા લાભાર્થી પરિવાર ડો.મમતાબેન અશ્વિનભાઈ લીંબાસીયા, શ્રી ચકેશ્વરી માતાજી દેરીની ધજા લાભાર્થી પરિવાર શ્રી વસંતબેન હસમુખલાલ શાહ, શ્રી માણિભદ્ર ઈન્દ્ર દેવની ધજા લાભાર્થી પરિવાર શ્રી ઉષાબેન હરેશભાઈ શાંતિલાલ બાખડા તથા શ્રી ઘંટાકર્ણ મહાવીર દેરીની ધજા લાભાર્થી પરિવાર શ્રી મધુબેન જીતેન્દ્રભાઈ જેઠાલાલ દોશીએ લીધેલ.

આજે સવારે વરઘોડો- સામૈયુ ૬:૧૮ કલાકે વાજતે ગાજતે ધજાના તમામ લાભાાર્થી પરિવાર અને સકળ સંઘ સાથે બલસાણા તીર્થ સ્વરૂપ શ્રી વિમલનાથ જિનાલયથી શરૂ થયેલ અને બલસાણા તીર્થ સ્વરૂપ, શ્રી વિમલનાથ જિનાલયની પ્રદક્ષિણા કરી જિનાલય પધારેલ. ત્યારબાદ ધજાના દરેક લાભાર્થી પરિવારને શ્રી સંઘ દ્વારા બહુમાન પૂર્વક ધજા ચડાવવા જિનાલયમાં પધારવા વિનંતી કરાયેલ. ધજા ચડાવ્યા બાદ નવકારશી સવારે ૮:૧ કલાકે યોજાયેલ. જેનો શ્રીમતી  કાનનબેન બિપીનચંદ્ર પારેખ હસ્તે જયેશ ગૌતમ પરિવારે લીધેલ.

પાંચેય પરમાત્માની સુંદર અંગરચના પ્રભાવના સમૂહ આરતી રાત્રે ૮:૩૦ કલાકે યોજાશે. જેનો લાભાર્થી પરિવાર શ્રી વિમળાબેન દિલીપભાઈ મહેતા છે. તેમ કન્વીનર વિપુલભાઈ દોશીની યાદીમાં જણાવ્યું છે.

(3:33 pm IST)