Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે વિશાળ રેડ રિબિનનું નિર્માણ

રાજકોટ : વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે જીલ્લા શિક્ષણાધિકારી કચેરીના સહકારથી એઇડ્સ પ્રિવેન્સન કલબ જી.ટી. શેઠ સ્કૂલ ખાતે એક હજાર છાત્રોની વિશાળ જનજાગૃતિ રેડ રિબન બનાવાઇ હતી. કે.કે.વી. ચોક ખાતે શાળામાં નિર્માણ પામેલ રેડરિબનમાં છાત્રો રેડ કલર કપડાનો લાંબો પટ્ટો હાથમાં પકડીને છાત્ર રિબન સાથે સુંદર રેડરિબન નિર્માણ કરી હતી. આ તકે સંસ્થાના ચેરમેન અરૂણ દવે, સેક્રેટરી વિશાલ કમાણી, જે.વી. શાહ, આચાર્ય ભાવેશ દવે, સતીષ  તેરૈયા સાથે શાળા સ્ટાફ પરિવારના કવિતા ઠાકર, કૃષ્ણકાંત પટેલ, કાંતિલાલ વાગડીયા, સંજય રાઠોડ, શ્વેતા પોપટ દ્વારા સુંદર વ્યવસ્થા સંભાળી હતી. ડી.ઇ.ઓ કચેરી-રાજકોટના સહકારથી શહેર જીલ્લાની એક હજારથી વધુ શાળામાં રેડરિબન બનાવાઇ હતી. જેમાં ડી.ઇ.ઓ. આર.એસ. ઉપાધ્યાયએ સહકાર આપીને રાષ્ટ્રીય જનજાગૃતિમાં ધો. ૯થી ૧રના બે લાખથી વધુ છાત્રોને જોડાયા હતા. સ્વ. નિર્ભર શાળાઓ પણ એઇડ્સ જનજાગૃતિ કાર્યક્રમમાં જોડાઇ હતી.

(3:28 pm IST)