Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

વોર્ડ નં. ૪ના વિવિધ વિસ્તાોરમાં ડામર રી-કાર્પેટ કામનું ખાતમુહૂર્ત

 રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિકાસના જુદા જુદા કાર્યો કરવામાં આવે છે, જેના અનુસંધાને વોર્ડ નં. ૦૪માં આવેલ જયગુરુદેવ પાર્ક મેઈન રોડ તથા વૃંદાવન મેઈન રોડને લાગુ વિસ્તારમાં ડામર રીપ્રકાર્પેટ કામનું ખાતમુહૂર્ત કાર્યકારી મેયર અશ્વિનભાઈ મોલીયા, ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી તથા રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડના વરદ્ હસ્તે કરાયું. આ વિસ્તારમાં વિસ્તારવાસીઓને વધુ સારા રસ્તાની સુવિધા મળી રહેશે. આ પ્રસંગે વોર્ડ નં.૦૪ના કોર્પોરેટર અને માર્કેટ સમિતિ ચેરમેન પરેશભાઈ પીપળીયા, વોર્ડ પ્રમુખ સી. ટી. પટેલ, વોર્ડ મહામંત્રી કાનાભાઈ ઉધરેજા, દિનેશભાઈ ચૌહાણ, વોર્ડ અગ્રણીશ્રી સંજયભાઈ ગોસ્વામી, અશ્વિનભાઈ ગોસ્વામી, એન. જી. પરમાર, મનસુખભાઈ લીંબાસીયા, અનિલભાઈ શ્રીમાળી, રમેશભાઈ સાગઠીયા, નરેશભાઈ ચૌહાણ, રમેશભાઈ ધામેચા, સંજયભાઈ રાઠોડ, દિવ્યેશભાઈ રામાણી, રામદેવભાઇ ભેસાણીયા, હિતેશભાઈ કાપડિયા, ચંદુભાઈ શેલડીયા, કેતનભાઈ મોલીયા, નરેન્દ્રભાઈ સંઘાણી, પાચાભાઈ રૈયાણી, દીપકભાઈ પીપળીયા, કિશોરભાઈ રૈયાણી, ભરતભાઈ રામાણી, પ્રફુલ્લભાઈ ત્રાપસીયા, તથા ગુરુદેવ પાર્કના ભરતભાઈ, નામેરીભાઈ માલી, રવિભાઈ ગોહિલ, જનકભાઈ કુંગશીયા, નીલેશભાઈ ડાભી, રામભાઈ બિહારી, લાભુભાઈ કુંગશીયા, અશ્વિનભાઈ સભાયા, જયેન્દ્રભાઈ ટીલવા, કંકુબેન ઉધરેજા, લીલાવંતીબેન ગજેરા, હર્ષાબેન વાંક, સમજુબેન ભંડેરી, સોનલબેન ચોવટિયા, પ્રજ્ઞાબેન દેસાણી, મનીષાબેન સેરસીયા, કૈલાશબેન સાંગાણી વિગેરે તથા બહોળી સંખ્યામાં વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહેલ. આ કામનો શુભારંભ થવાથી વિસ્તારના રહીશોએ આનંદની લાગણી વ્યકત કરેલ.

(3:27 pm IST)