Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

શ્રમિક કાયદાઓના સરળીકરણના નામે મઝદુરોના ભવિષ્ય સાથે છેડછાડ !!!

રાજકોટ : દેશમાં શ્રમિક કાયદા અત્યંત જટીલ છે. અત્યાર સુધીમાં દેશમાં ૪૪ શ્રમ કાયદા આવ્યા. જેની વચ્ચે યોગ્ય સામંજસ્ય સાધવું પણ ઘણી વખત અઘરૂ થઇ જાય છે. કેટલાક કાયદા મજદુરી દરના સંબંધમાં છે તો કેટલાક અન્ય સામાજિક સુરક્ષા સાથે સંબંધિત છે. વેઠ કોડ અમલી બન્યા પછી કેન્દ્ર સરકાર પાસે સંપૂર્ણ દેશ માટે એક વૈધાનિક મજદુરી દર નિશ્ચિત કરવાનો અધિકાર મળી ગયો. એજ રીતે સામાજિક સુરક્ષાથી સંબંધિત કાયદામાં કર્મચારી ભવિષ્ય નીધિ તથા અન્ય જોગવાઇ કાયદો, કર્મચારી રાજય વિમા નિગમ કાયદો, ભવન અને નવ નિર્માણ મજદુર કાયદો અને કર્મચારી વળતર કાયદો વગેરે સમાવિષ્ટ છે. આ બધા કાયદાઓને બીજી આચારસંહિતામાં સમાવિષ્ટ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છ. ત્રીજી આચારસંહિતામાં ઔદ્યોગિક સુરક્ષા અને શ્રમ કલ્યાણ સંબંધિત કાયાદાઓનો સમાવેશ કરવામાં આવ્યો.

એજ રીતે ઔદ્યોગીક સંબંધોને લઇને પણ અનેક કાયદાઓ છે. પરંતુ મજદુર સંઘનું કહેવુ એમ થાય છે કે વિભિન્ન શ્રમ કાયદાઓને શ્રમ સંહિતાઓમાં પરિવર્તિત કરવાના નામે સરકાર પુંજીપતિઓને સમર્થન અને મજદુરના વિરોધમાં કામ કરી રહી હોય તેવું વધુ સ્પષ્ટ થાય છે. સરકારે તો એમ કહે છે કે શ્રમ કાયદાઓનું સરળીકરણનો હેતુ કાયદાઓના અમલીકરણમાં સુવિધા અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેશને વધુ સારૂ બનાવવાનો છે.  જેથી રોજગાર વૃધ્ધિ થાય છે. પરંતુ શ્રમ સંગઠન તેને યોગ્ય માનતુ નથી. જે કંઇ શ્રમ સંહિતાઓ બનાવવામાં આવી તેમાં મજદુર વિરોધી બાબતો ઉડીને આંખે વળગી રહી છે.

ઇ.પી.એફ. (કર્મચારી ભવિષ્ય નીધિ) જેમાં લગભગ ૪ કરોડ મજદુરો સમાવિષ્ટ છે. તેમાં વ્યાપક ફેર બદલ થઇ રહ્યુ છે. ભવિષ્ય નીધિની એ સંચિત રાશિને રાજયોનોે સોંપવામાં આવી રહી છે. સરકારનો ઇરાદો ભલે ગમે તે હોય પરંતુ ભારતીય મજદુર સંઘને એવું લાગી રહ્યુ છે કે કેન્દ્ર સરકાર પાસે જમા સંચિત રાશિ સુરક્ષિત છે. પરંતુ રાજયો પાસે આ રાશિ સ્થાનાંતરીત થયા પછી તેની સુરક્ષાની કોઇ ગેરંટી નથી. વિચારણીય છે કે રાજય સરકારો દ્વારા રાજનૈતિક ઉદેશોથી લોક લુભામણી નીતિઓ અપનાવવામાં આવી રહી છે.

- હસુભાઇ દવે, પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ ભારતીય મઝદુર સંઘ મો.૯૯૭૮૪ ૪૫૭૨૦

(3:27 pm IST)