Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

મ્યુ. કોર્પોરેશન દ્વારા મિશન ઇન્દ્રઘનુષનો પ્રારંભઃ સગર્ભા માતા :બે વર્ષ સુધીના બાળકોને રસી અપાશે

રાજકોટ,તા.૨: 'મિશન ઇન્દ્રઘનુષ' અંતર્ગત કોઇ પણ કારણસર રસીકરણ વંચિત રહી ગયેલ તમામ સગર્ભા માતાઓ તથા જન્મથી બે વર્ષે સુધીના બાળકોને માથાદીઠ સર્વે કરી યોજાનાર રાઉન્ડમાં આવરી લેવામાં આવશે.

જન્મ થી બે વર્ષના બાળકોને આશીર્વાદરૂપ વેકસીન પ્રીવેન્ટેબલ ડીસીઝ (રસીકરણ દ્વારા અટકાયતી) આજથી મિશન ઈન્દ્રધનુષ અંતર્ગત શુભારંભ થયો છે. આ પ્રોગ્રામ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા સહીત સમગ્ર રાજયમાં તા.૦૨ ડીસેમ્બર,૨૦૧૯ થી ૭ દિવસ દરમ્યાન 'મિશન ઇન્દ્રધનુષ' નો પ્રથમ રાઉન્ડ યોજાશે.

આ અંગે મ્યુ કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ જે મુખ્યત્વે એવાં વિસ્તારો કે જયાં નિયમિત રસીકરણ સેશન કરવામાં આવતું ન હોય અથવા ઓછું કવરેજ ધરાવતા હોય, હાઈ રિસ્ક એરિયા, એ.એન.એમ.ની જગ્યા ખાલી હોય તેવા વિસ્તારો, કન્સ્ટ્રકશન સાઈટ તેમજ માઈગ્રેટ પોપ્યુલેશન ધરાવતા વિસ્તાર હોય, તેવી જગ્યા પર યોજવામાં આવે છે.

આ કાર્યક્રમ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં રહેતા સગર્ભા તેમજ જન્મથી ૨ વર્ષના બાળકો, જે કોઈપણ રસીકરણથી વંચિત રહી ગયેલ હોય, તેઓને આવરી લેવામાં આવશે.

જે માટે અગાઉથી માથાદીઠ સર્વે કરવામાં આવેલ છે, તેમજ રસીકરણથી વંચિત સગર્ભા માતાઓ તેમજ બાળકોની યાદી તૈયાર કરવામાં આવેલ છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ સાપ્તાહિક કાર્યક્રમમાં કુલ ૯૧ રસીકરણ સેશનનું પ્લાનિંગ કરવામાં આવેલ છે, જેમાં અંદાજીત ૧૨ સગર્ભાઓ તેમજ ૧૩૩૩ બાળકોને આવરી લેવામાં આવશે.

મિશન ઇન્દ્રધનુષ હેઠળ તમામ વિસ્તારોમાં સંપૂર્ણ રસીકરણનું સ્તર માર્ચ-૨૦૨૦ સુધીમાં ૯૫%સુધી લઇ જવાનું છે.તેમ સતાવાર યાદીમાં આવ્યા જણાવ્યા હત

(3:21 pm IST)