Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

રપ જાન્યુઆરીએ કે. હરીહરન નાઇટ

રાજકોટમાં રાજયકક્ષાની ઉજવણીના ભાગરૂપે હરીહરન-હેમામાલીની-માધુરી બાબતે ગાંધીનગર ફાઇનલ કરશે : માધુરી દિક્ષિત-હેમામાલીની સહીતના કલાકારોના અદભુત નૃત્યો થશેઃ કલેકટરે તમામની મીટીંગ યોજીઃ કાલે ફરી મીટીંગઃ બાદમાં મુખ્યમંત્રી કહે તે ફાઇનલ

રાજકોટ, તા., રઃ રાજકોટમાં આ વખતે ર૬ જાન્યુઆરીની રાજયકક્ષાની શાનદાર ઉજવણી થનાર છે અને તે સંદર્ભે રાજકોટ કલેકટરની અધ્યક્ષતામાં ૧૬ જેટલી કમીટીઓ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ થઇ છે.

શનીવારે આ બાબતે કલેકટર શ્રી રેમ્યા મોહને મીટીંગ યોજી તમામ ખાતાના અધિકારીઓને બ્રીફીંગ કર્યુ હતું.આવતીકાલે  બધાને ફરી બોલાવ્યા છે. આ અઠવાડીયામાં જે ૧૬ કમીટી દ્વારા કાર્યક્રમો થવાના છે તે ફાઇનલ કરી કલેકટરને રીપોર્ટ કરાશે અને આ રીપોર્ટ કલેકટર મુખ્યમંત્રીને મોકલશે અને ત્યાંથી સીએમ તમામ બાબતો ફાઇનલ કરશે. દરમિયાન એડી. કલેકટર શ્રી પરીમલ પંડયાએ પત્રકારોને જણાવ્યું હતું કે રપ મી જાન્યુઆરીએ રાજકોટમાં વિખ્યાત સંગીતકાર-પ્લેબેક સીંગર કે.હરીહરનની નાઇટ અંગે વીચારાઇ રહયું છે. તેમની સાથે પર્ફોમન્સમાં વિતેલા જમાનાની અભિનેત્રીઓ હેમામાલીની, માધુરી દિક્ષિત આવી શકે છે. આ બંન્ને હીરોઇનોના વિખ્યાત નૃત્ય-સંગીત ધમાલ પણ થશે.

(3:19 pm IST)