Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

ઉપભોકતા અધિકાર અંગે સેમીનાર

 દેશના ભાવિ ઘડવૈયાઓને ઉપભોકતા અધિકારનું જ્ઞાન મળે તેવા હેતુથી એસ.વી.આઇ.ટી. દ્વારા ગ્રાહક સુરક્ષા માટેના ઉપભોકતા અધિકાર સંગઠનના સહયોગથી તાજતેરમાં એક સેમીનાર યોજવામાં આવ્યો હતો. જેમાં કન્ઝયુમર પ્રોટેકશન એકટ વિષે વિસ્તૃત છણાવટ કરવામાં આવી હતી. સી.આર.ઓ.ના સ્ટેટ પ્રેસીડેન્ટ શ્રી દેસાઇ, જનરલ સેક્રેટરી હિતેશ પટેલ, ટ્રેનીંગ ઇન્ચાર્જ દીપેશ જૈન, લિગલ હેડ હાર્દીક પટેલ, વડોદરા સીટી પ્રેસીડેન્ટ વિપુલ દવે, ગુજરાત યુથ કન્વીનર હર્ષ રાવ, આઇ.ટી. સેલના હેડ વિપુલ મિસ્ત્રી વગેરેએ ઉપસ્થિત રહી ઉપભોકતા અધિકાર અંગેની જાણકારી આપી હતી. કંપની દ્વારા બનાવાયેલ વસ્તુ પર કઇ કઇ માહીતી છાપેલી હોવી જોઇએ તે અંગે તેમજ વિશેષ ચિન્હ પેકીંગ પર દશાવવામાં આવે તે બાબતે પણ માહીતી અપાઇ હતી. ગ્રાહકોએ બીલનો આગ્રહ રાખવા સલાહ અપાઇ હતી. સમગ્ર સંચાલન એન. એસ. એસ. સ્વયંસેવક દેવ સોની અને પ્રોગ્રામ ઓફીસર વિકાશ અગ્રવાલની દેખરેખ હેઠળ થયુ હતુ. સફળ કાર્યક્રમ બદલ એસ.વી.આઇ.ટી. વાસદના અધ્યક્ષ ભાસ્કરભાઇ પટેલ, સેક્રેટરી ભાવેશભાઇ પટેલ, ઉપાધ્યક્ષ દિપકભાઇ પટેલ, ડો. એસ. ડી. ટોલીવાલ અને એસ.વી.આઇ.ટી.  પરિવારે શુભેચ્છાઓ પાઠવી હતી.

(3:19 pm IST)