Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

દૂષ્કર્મનો ભોગ બનેલી બાળાની ખબર પુછતાં પોલીસ અધિકારીઓઃ બાળાને ઇનામની ૭૦ હજારની રોકડ અને રમકડા અર્પણ કર્યા

રાજકોટઃ થોરાળા પોલીસ મથકના દૂષ્કર્મના ગુનામાં ભોગ બનેલી બાળાની તબિયત પુછવા માટે ડીસીપી ઝોન-૧ રવિમોહન સૈની તથા એસીપી એસ.આર. ટંડેલ, ક્રાઇમ બ્રાંચના પી.આઇ. અચ.એમ. ગઢવી, પીએસઆઇ સોનારા, પીએસઆઇ જોગરાણા, પીએસઆઇ પી.એમ. ધાખડા સહિતના બપોરે ઝનાના હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતાં અને બાળાના ખબર પુછ્યા હતાં. તેમજ ડોકટરો સાથે જરૂરી ચર્ચા કરી હતી. શહેર પોલીસની ટીમોને પોલીસ કમિશનર તરફથી રૂ. ૪૫ હજારનું રોકડ ઇનામ મળ્યું હતું. તેમજ રઘુવીર સેના તરફથી પણ ૨૫ હજારનું ઇનામ પોલીસની ટીમોને અપાયું હતું. બાળકીના ઉજ્જવળ ભવિષ્ય માટે પોલીસે આ તમામ રકમ બાળકીના પરિવારજનોએ અર્પણ કરી હતી. તેમજ બાળા માટે રમકડા પણ આપ્યા હતાં.

(3:36 pm IST)