Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

દાઉદી વ્હોરા સમાજ દ્વારા ઈદે મિલાદુન્નબીનું ઝુલુસ

રાજકોટઃ ઈસ્લામ ધર્મના મહાન નબી સાહેબ મોહમ્મદ રસુલ્લાહ સાહેબ (સ.અ.વ.)ના મિલાદ મુબારકની રાત્રે સમગ્ર દાઉદી વ્હોરા સમાજ દ્વારા ભવ્ય ઝુલુસ શહેરના વિવિધ માર્ગો ઉપરથી જનાબ આમીલ સાહેબ મુસ્તફાભાઈ સાહેબ વજીહીની આગેવાનીમાં નીકળેલ હતું. જેમાં હાતીમી મોહલ્લાના આમીલ સાહેબ અલી અસગરભાઈ સાહેબ, કુત્બી મોહલ્લાના આમીલ સાહેબ શેખ સૈફુદ્દીનભાઈ રામપુરાવાલા, વજીહી મોહલ્લાના આમીલ સાહેબ શેખ હુશેનભાઈ અને ઝકવી મોહલ્લાના આમીલ સાહેબ શેખ મુસ્તફાભાઈ આ ઉપરાંત દાઉદી વ્હોરા સમાજના ભાઈઓ, બાળકો મોટી સંખ્યામાં જોડાયેલા હતા. સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા ખાસ ઝુલુસમાં સામીલ થઈ મુબારક બાદી આપેલ હતી. તેમ યુસુફભાઈ જોહરકાર્ડસવાળાએ જણાવ્યું હતું.

(11:51 am IST)
  • રાષ્ટ્રપતિ શાસન લાદવાનું લોકચુકાદા વિરૂદ્ધ છે : સંજય રાઉત : શિવસેના સાંસદે કહ્યુ છે કે બંધારણની જોગવાઈ મુજબ આજે ફડણવીસે રાજીનામુ આપવુ જોઈએ : થોભો રાહ જોવાનો સમય વીતિ ગયો છે : મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાદવુ એ જનમત વિરોધી પગલુ બનશે access_time 11:25 am IST

  • અયોધયા મામલે આવતીકાલે સવારે 10:30 કલાકે સુપ્રીમ કોર્ટ આપશે ચુકાદો :સમગ્ર દેશમાં સુરક્ષા ના લેવાયા પગલા:.સમગ્ર ભારતમાં એલર્ટ access_time 9:44 pm IST

  • ઇમરાનખાન રાજીનામુ આપે અથવા ત્રણ મહિનામાં સામાન્ય ચૂંટણી કરાવે : મૌલાનાએ રાખી શરત : મૌલાના ફૈઝલે પંજાબ વિધાનસભાના સ્પીકર ચૌધરી પરવેઝ ઇલાહી મારફત ઇમરાન અને સરકારની સમિતિને મોકલ્યો સંદેશ : મૌલાનાએ કહ્યું કે જો પીએમનું રાજીનામુ સંભવ નથી તો ત્રણ મહિનાની અંદર નવેસરથી સામાન્ય ચૂંટણી કરવો : સરકાર પાસે આ જ બે વિકલ્પ છે જેમાંથી કોઈ એકની પસંદગી કરવી પડશે access_time 1:15 am IST