Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

રૈયાધારના રમાબેને આડા સંબંધનો વાંધો ઉઠાવતાં પતિ વિજયએ હાથ ભાંગી નાંખ્યો

અગાઉ ધોકો ફટકારી માથું ફોડી નાંખ્યુ હતું: એક વર્ષથી ત્રાસ હોવાનો આક્ષેપ

રાજકોટ તા. ૮: રૈયાધાર ધરમનગર કવાર્ટરમાં રહેતાં રમાબેન વિજયભાઇ મકવાણા (રજપૂત) (ઉ.૪૨)ને પતિ વિજય બચુભાઇએ ઢીકાપાટુનો માર મારી ધોકો ફટકારતાં ડાબો હાથ ભાંગી જતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં યુનિવર્સિટી પોલીસને જાણ કરવામાં આવી હતી.

રમાબેને જણાવ્યું હતું કે મારે સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. પતિ કારખાનામાં કામ કરે છે. તેને એકાદ વર્ષથી બીજી મહિલા સાથે લફરૂ હોઇ તેની સામે હું વાંધો ઉઠાવતી હોવાથી તે વારંવાર ઝઘડા કરે છે. અગાઉ મારુ માથું ફોડી નાંખ્યું હતું. આ વખતે હાથ ભાંગી નાંખ્યો છે.

પતિને જેની સાથે લફરૂ છેે એ મહિલા પણ પરિણીત હોવાનું રમાબેને જણાવ્યું હતું. પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

(1:03 pm IST)