Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

સિવિલ હોસ્પિટલમાં ૧૨ કલાકમાં ઝેરી દવા-ફિનાઇલ પીવાના ૮ બનાવ નોંધાયા

રાજકોટ તા. ૧૦: ઝેરી દવા, ફિનાઇલ પીવાના અલગ-અલગ ૮ બનાવો નોંધાયા હતાં. જેમાં ખાનગી હોસ્પિટલના એક કર્મચારીએ રાતે કેકેવી ચોકમાં ફિનાઇલ પી લીધું હતું.

કેકેવી ચોકમાં હોસ્પિટલના કર્મચારી શરદે ફિનાઇલ પીધું

ગાંધીગ્રામ નાણાવટી ચોક એસ. કે. ચોક શેરી નં. ૩માં રહેતાં શરદ ગોપાલભાઇ પાટીલ (ઉ.૨૪) નામના યુવાને કેકેવી ચોકમાં ખેતલા આપા ટી સ્ટોલ પાસે ગેલેકસી પાન સામે રાતે નવેક વાગ્યે ફિનાઇલ પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ અંગે ચોકીના રાજુભાઇ ગીડા અને રવિભાઇએ તાલુકા પોલીસને જાણ કરી હતી. શરદને રાતે જ રજા અપાઇ હતી. તેના બહેન મીનાબેનના કહેવા મુજબ પોતાને જાણ થતાં તેને હોસ્પિટલે ખસેડ્યો હતો. કારણ પોતે જાણતા નથી. શરદ મેડીસર્ચ હોસ્પિટલમાં કામ કરે છે. તાલુકા પોલીસ મથકના આર. બી. જાડેજા અને પૃથ્વીરાજસિંહે જરૂરી કાર્યવાહી કરી હતી.

ભગવતીપરામાં કૃપાબેન ઉંઘની વધુ દવા પીધી

ભગવતીપરાના ભૂમિ પાર્કમાં રહેતી કૃપાબેન પ્રિતમભાઇ જગડા (ઉ.૨૯) ઉંઘની વધુ દવા પી જતાં તબિયત બગડતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે બી-ડિવીઝન પોલીસમાં જાણ કરી હતી. કૃપાબેનના લગ્ન આઠ માસ પહેલા જ થયા છે અને હાલમાં સારા દિવસો જઇ રહ્યા છે. ડિપ્રેશનમાં પગલુ ભર્યાનું જણાવાયું હતું.

ભીડભંજનમાં શ્રધ્ધાબેને લિકવીડ પીતાં ઝેરી અસર

યુનિવર્સિટી રોડ પર ભીડભંજન-૧માં રહેતી શ્રધ્ધાબેન જયદિપભાઇ ડવ (ઉ.૩૨) રાત્રે કોઇ લિકવીડ પી જતાં ઝેરી અસર થતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતાં. આ અંગે ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી. તેણીના લગ્ન છ માસ પહેલા જ થયા છે.

વિદ્યાનગરમાં હેતલબેને ટેન્શનને લીધે દવા પીધી

આજી ડેમ નજીક માંડા ડુંગર પાસે ભીમરાવનગરમાં રહેતી હેતલબેન આશિષ સોલંકી (ઉ.૨૪) સાંજે વિદ્યાનગર રોડ પર સિલ્વર સ્માઇલ બિલ્ડીંગમાં હતી ત્યારે કોઇ ટેન્શનને કારણે ઝેરી દવા પી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. તેણીના લગ્ન છ વર્ષ પહેલા થયા છે. સંતાનમાં એક પુત્ર છે. ચોકીના સ્ટાફે એ-ડિવીઝનમાં જાણ કરી હતી. ટેન્શનને કારણે આમ કર્યાનું પોલીસની પ્રાથમિક પુછતાછમાં જણાવાયું હતું.

સંગિતા સોસાયટીમાં બળદેવ ફિનાઇલ પી ગયો

મોરબી રોડ પર સંગિતા સોસાયટીમાં રહેતાં અને કોલ્ડ્રીંકસની એજન્સીમાં કામ કરતાં બળદેવ મધુભાઇ પટેલ (ઉ.૨૧) નામના યુવાને સાંજે અગમ્ય કારણોસર ફિનાઇલ પી લેતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં બી-ડિવીઝનનને જાણ કરાઇ હતી.

નવાગામમાં પત્નિ સાથે ઝઘડો થતાં નવઘણ ઝેર પી ગયો

કુવાડવા રોડ પર સાત હનુમાન પાસે ઝૂપડામાં રહેતો અને છુટક મજૂરી કરતો નવઘણ હકાભાઇ રાઠોડ (સરાણીયા) (ઉ.૨૨) રાતે ઝેર પી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પત્નિ સાથે ચડભડ થતાં આ પગલુ ભર્યાનું જણાવાયું હતું. કુવાડવા પોલીસે નિવેદન નોંધવા તજવીજ કરી હતી.

વિસામણના આશાબા ભુલથી બીજી દવા પી ગયા

પડધરીના વિસામણમાં આશાબા કુલદીપસિંહ જાડેજા (ઉ.૩૦) ભુલથી ઉંદર મારવાની દવાની પડીકી પી જતાં પડધરી સારવાર લઇ રાજકોટ સિવિલમાં દાખલ કરાયા હતાં. જો કે સારવાર બાદ રાતે રજા અપાઇ હતી.

સણોસરામાં દારૂ પીવા પ્રશ્ને પત્નિએ ઠપકો દેતાં બાબુ ઝેર પી ગયો

રાજકોટતા સણોસરા ગામે આરીફભાઇ જુમાભાઇની વાડીમાં પત્નિ-પરિવાર સાથે રહી મજૂરી કરતો મુળ એમપીનો બાબુ નાનસિંગ વાસકર (ઉ.૩૫) રાતે દારૂ પી ઘરે આવતાં પત્નિ મણીએ ઠપકો આપતાં ઝેર પી જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. બાબુને સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે.

(1:14 pm IST)
  • વડોદરાના આજવા પાર્કમાં ૯ ફૂટનો મગર મળયો : રહેણાંક વિસ્તારમાં નીકળેલા મગરને પ્રાણી ક્રૂરતા વિભાગે પકડી અને વન વિભાગને સોંપ્યો access_time 6:18 pm IST

  • ઉત્તર પ્રદેશના દેવબંધમાં ભાજપના નેતાની ગોળી મારીને હત્યા : દેવબંધમાં બાઈક સવાર બદમાશોએ ભાજપના કિશાન મોરચાના પૂર્વ જિલ્લા ઉપાધ્ય્ક્ષ ચૌધરી યશપાલસિંહની ગોળી મારીને હત્યા કરીને ફરાર : પોલીસ દ્વારા આરોપીઓની શોધખોળ શરૂ access_time 1:12 am IST

  • દશેરાના અવસરે ઉપરાષ્ટ્રપતિએ સામાજિક બુરાઈઓને ખતમ કરવા કર્યું આહવાન : ડો,મનમોહનસિંહ પણ હતા ઉપસ્થિત : ઉપ રાષ્ટ્રપતિ વૈકૈયા નાયડુએ જાતિવાદ,કટ્ટરતાવાદ ,અને ભ્રષ્ટ્રાચારને નાબૂદ કરવા હાકલ કરી access_time 1:17 am IST