Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

૧રમીથી શુકલ કોલેજના યજમાનપદે GTUનો ઇન્ટર ઝોનલ યુથ ફેસ્ટીવલ ક્ષિતિજ

પાંચ ઝોનના ૩ વિજેતાઓ વચ્ચે યોજાશે વિવિધ સ્પર્ધાઓ

રાજકોટ તા. ૯ :.. યુવાનો હંમેશા સંપૂર્ણ રીતે વિકસીત થવા અને સ્પષ્ટ રીતે ચમકવા તેમની પ્રતિભા, તેમની કુશળતા અને તેમની કુશળતાની ક્ષિતીજોને વિસ્તૃત કરે છે. તેમના માટે યુવા મહોત્સવ એ એક પરિપૂર્ણ, ટકાઉ અને વિકાસશીલ કલાત્મક અનુભવ છે જેના દ્વારા તેઓ તેમના ભવ્ય લક્ષ્ય અને વિશિષ્ટ કલાત્મક લક્ષ્ય સાધે છે.

૧ર ઓકટોબર થી ૧૪ ઓકટોબર દરમિયાન એચ. એન. શુકલ ફાર્મસી કોલેજ દ્વારા સવારે ૯ થી સાંજે ૯ સુધી અલગ અલગ ૩ર જેટલી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલ છે.

જેમાં મુખ્યત્વે ડાન્સ, લીટરેચર, સિંગિંગ, રંગોળી, ફાઇન આર્ટસ, થીએટર, કવીઝ, ડીબેટ, મિમિક્રી, ઓન ધ સ્પોટ પેઇટીંગ, પોસ્ટર મેકિંગ, કલે મોડલિંગ, રંગોળી, સ્પોટ ફોટોગ્રાફી, મેહંદી, કાર્ટૂનીંગ, માઇમ, સ્કીટ અને અન્ય ઘણી સ્પર્ધાઓનો સમાવેશ કરેલ છે. ફેસ્ટીવલની અંદર મુખ્યત્વે ગુજરાત રાજયના પાંચ ઝોન સુરત (દ.ગુજરાત), અમદાવાદ, ગાંધીનગર, વલ્લભ વિદ્યાનગર (મ. ગુજરાત), રાજકોટ (સૌરાષ્ટ્ર)ની વિવિધ ૬પ કોલેજોના આશરે ૧પ૦૦ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લેવા આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.

હાલ અત્યારે  શ્રી એચ.એન.શુકલ ફાર્મસી કોલેજ કેમ્પસમાં ફેસ્ટીવલની તડામાર તૈયારીઓ કેમ્પસમાં ફેસ્ટીવલની તડામાર તૈયારીઓ કેમ્પસ ડાયરેકટર સંજયભાઇઙ્ગવાધર દ્વારા હાથ ધરવામાં આવેલી છે.

જેની અંદર મુખ્યત્વે કેમ્પસ બ્યુટીફીકેશન, વિદ્યાર્થીઓ માટે રહેવા તથા જમવા માટેની ઉત્તમ સગવડ તદુપરાંત આ ફેસ્ટીવલને પારદર્શક બનાવવા જજીસ અને સમગ્ર ગુજરાતના જુદી જુદી સંસ્થાના પ્રિન્સીપાલશ્રીઓની રહેવા તથા જમવાની ઉત્તમ વ્યવસ્થા કરવામાં જીટીયુ અને શ્રી એચ.એન. શુકલ કોલેજના ચેરમેન ડો.નેહલભાઇ શુકલ અને કેમ્પસ ડાયરેકટર સંજયભાઇ વાધર જહેમત ઉઠાવી રહ્યા છે.

ક્ષિતિજ-૨૦૧૯ નિ-અંતર્ગત ગુજરાતની કુલ ૬૫ કોલેજોમાંથી ૧૫૦૦ વિદ્યાર્થીઓ ભાગ લેશે જેની અંદર ગુજરાતના ૧૩૦ પ્રિન્સીપાલ પણ પોતાનું યોગદાન આપશે.

યુવક મહોત્સવને સફળ બનાવવા માટે જીટીયુ અને એચ.એન.શુકલ ફાર્મસી કોલેજના ચેરમેન.ડો.નેહલભાઇ શુકલ, સીન્ડીકેટ સભ્ય અને સાયન્સ ફેકલ્ટીના ડીન ડો.મેહુલભાઇ રૂપાણી અને કેમ્પસ ડાયરેકટર સંજયભાઇ વાધર તથા ફેકલ્ટીમાં ધારાબેન સરવૈયા, અયુબ યુસફ ખાન, નવીનકુમાર, મેહુલભાઇ ચોરસિયા, નીતિનભાઇ પોપટ, જીનેશભાઇ કનેરિયા, મીતલબેન શામણી, વિશાલભાઇ રાણપરા, બ્રિજેશભાઇ પટેલ, મયુરભાઇ વ્યાસ, ચંદ્રિકાબેન ભગોડા, ભુપેશભાઇ જાદવ, ગૌરાંગભાઇ મણીયાર, જીગરભાઇ ભટ્ટ, જયેશ બાબરિયા, જયકુમાર મજેઠીયા, ચેતનભાઇ ચૌહાણ, અવનીબેન રાંછ, વિજયભાઇ વેકરીયા, રીનાબેન કોરાટ, મીનાબેન સિહાર, અંજલીબેન સાંગાણી, અમિતભાઇ પડિયા, દીપકભાઇ મકવાણા, બીરેન્દ્રસિંહ ઠાકોર, પાર્થભાઇ જયાણી, વિશાલભાઇ જોષી, તથા તમામ ફેકલ્ટીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

(4:04 pm IST)