Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

ગોપી રાસોત્સવનું રંગેચંગે સમાપનઃ બહેનો ઉપર ઇનામોનો વરસાદ

રાજકોટઃ અહિંના ડી.એચ.કોલેજના મેદાનમાં સરગમ કલબ અને સરગમ લેડીઝ કલબ દ્વારા યોજાયેલા ગોપી રાસોત્સવની ગઈ રાત્રે શાનદાર પુર્ણાહુતી થઇ હતી. ફાઈનલ રાઉન્ડમાં  ડો.વલ્લભભાઈ કથીરિયા (ચેરમેન ગૌ  સેવા આયોગ), ગોવિંદભાઈ પટેલ (ધારાસભ્ય) લક્ષ્મણભાઈ સાગઠીયા(ધારાસભ્ય),  ખોડીદાસભાઈ પટેલ (આર.કે. યુનિવર્સીટી),  સ્મિતભાઈ પટેલ, નાથાભાઈ કાલરીયા, કાંતાબેન કથીરીયા, ભાવેશભાઈ બુશા,  ઘનશ્યામભાઈ પરસાણા,  જીતુભાઈ ગોસાઈ, નીલુબેન મહેતા  જસુમતીબેન વસાણી,  ભાવનાબેન માવાણી, માયાબેન પટેલ,  અલ્કાબેન કામદાર, ગીતાબેન હિરાણી,  મહેમાનોના હસ્તે વિજેતા બહેનોને ઇનામોં અપાયા હતા. મેગા ફાઇનલમાં ૩૦ બહેનોને પાંચ-પાંચ હજારના ઇનામો  તેમજ  કેટલાક પ્રોત્સાહક ઇનામ પણ આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગુણવંતભાઈ ડેલાવાળાએ ડી.એચ.કોલેજનું ગ્રાઉન્ડ રાસોત્સવ માટે આપવા બદલ ગુજરાત રાજયના શિક્ષણ વિભાગ ઉપરાંત ડી.એચ.કોલેજના પ્રિન્સિપાલ, જિલ્લા કલેકટર રમ્યા મોહન, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલનો આભાર માન્યો હતો.

 સરગમ કલબને આ આયોજનમાં ૭૭ ગ્રીન મસાલા, વડાલીયા ગ્રુપ, એન્જલ પંપ, ઓપ્શન ગ્રુપ, બાન લેબ, ચોકો ડેન ,એટરેકશન ફેમિલી સલૂન એન્ડ એકેડમી, નાઇસ બ્યુટી પાર્લર એન્ડ એકેડમી, એલિનગો બ્રાન્ડ સ્ટોર વુમન ઇન્ડિયા, ધીરેનભાઈ લોટીયા વગેરેનો સહયોગ પ્રાપ્ત થયો હતો.

 આ નવરાત્રીમાં ગોપીઓને થીરકવા માટે મજબુર કરી દેનાર જાણીતા સિંગરો નિલેશ પંડ્યા, હેમંત પંડ્યા, સોનલ ગઢવી અને એનાઉન્સર રશ્મિબેન માણેક,  રાજુભાઈ ત્રિવેદી પ્રસ્તુત મ્યુઝિકલ મેલોઝના કલાકારો અને મનોજ રાચ્છ પ્રસ્તુત ઓર્કેસ્ટ્રા, પરમાર કિશોર મંડપ સર્વિસ, મહેતા લાઇટ્સ, અંબિકા સાઉન્ડ, સ્નેપ શોટ સ્ટુડિયો વગેરેનો સહયોગ પણ પ્રાપ્ત થયો હતો.

 આ કાર્યક્રમને સફળ બનાવવા અંતે સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ મૌલેશભાઇ પટેલ, સ્મિતભાઈ પટેલ, ખોડીદાસભાઈ પટેલ, કિરીટભાઈ આદ્રોજા, યોગેશભાઈ પુજારા, અરવિંદભાઈ પટેલ, જીતુભાઇ ચંદારાણા, જયસુખભાઇ ડાભી, ભરતભાઈ સોલંકી, રાજેન્દ્રભાઇ શેઠ, મનમોહન પનારા, દીપકભાઈ શાહ, જગદીશભાઈ કિયાડા, કૌશિકભાઈ વ્યાસ, રાજભા ઝાલા, રમેશભાઈ અકબરી ઉપરાંત લેડીઝ કલબના ડો. ચંદાબેન શાહ, નીલુબેન મહેતા, ભાવનાબેન માવાણી , માયાબેન પટેલ, અલ્કાબેન ધામેલીયા તેમ જ બંને કલબના કમિટી મેમ્બર વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(3:53 pm IST)