Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

લોધેશ્વર સોસાયટીમાં ગાળો દેવાની ના પાડતા બે મિત્રો પર ૪ શખ્સોનો હુમલો

હિતેષ કારેલીયાની ફરિયાદ પરથી આકાશ જરીયા, જનીત જરીયા, દિનેશ જરીયા, અર્જુન ઉર્ફે મેરૂ અસૈયા સામે ગુનો

રાજકોટ, તા. ૯ : શહેરના ગોંડલ રોડ પર લોધેશ્વર સોસાયટીમાં ગાળો દેવાની ના પાડતા બે મિત્રો પર ચાર શખ્સોએ પાઇપ વડે મારમારી એકટીવામાં નુકશાની કર્યાની ફરીયાદ થઇ છે. મળતી વિગત મુજબ ગોંડલ રોડ લોધેશ્વર સોસાયટી શેરી નં. ૭માં રહેતો હિતેષ દિલીપભાઇ કારેલીયા (ઉ.વ.ર૮) રાત્રે મિત્ર સાથે ગોંડલ રોડ પર હતો ત્યારે આકાશ દિલીપ જરીયા, જતીન દિલીપ જરીયા, દિનેશ બાબુ જરીયા અને અર્જુન ઉર્ફે મેરૂ પ્રવિણભાઇ અસૈયા નામના શખ્સો  ત્યાં ઉભા ઉભા ગાળો બોલતા હોઇ, તેથી હિતેષ કારેલીયાએ ગાળો બોલાવની ના પાડતા સારૂ ન લાગતા ચારેય શખ્સોએ બંને યુવાન સાથે ઝઘડો કરી ઉશ્કેરાઇને પાઇપ તથા ઢીકાપાટુનો મારમારી એકટીવામાં નુકશાન કર્યુ હતું. દેકારો બોલતા આસપાસના લોકો એકઠા થતા ચારેય શખ્સો નાસી ગયા હતા. આ બનાવ અંગે હિતેષ કારેલીયાએ માલવીયાનગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પીએસઆઇ જે.એ.ખાચરે તપાસ હાથ ધરી છે.

(3:52 pm IST)