Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

મેયર-ડે.મેયર અને ડે. કમિશનર માટે નવી ઇનોવા કાર છોડાવતી મહાપાલિકા

રાજકોટ : મેયર-ડે. મેયર અને ડે. કમિશનર આ ત્રણેય પદાધિકારીઓ અને અધિકારીઓ માટે મ્યુ. કોર્પોરેશન દ્વારા ગઇકાલે દશેરાના પવિત્ર દિવસે નવી ઇનોવા મોટરકારની ખરીદી કરી હતી જે તસ્વીરમાં દર્શાય છે. હવે આ નવી મોટરકારમાં પદાધિકારીઓ અને અધિકારીને મળશે સાથો સાથ ૪ સીટી ઇજનેરો માટે નવી મહેન્દ્રા મોટરકાર પણ ખરીદ કરાઇ છે. આ તમામ મોટરકાર કુલ ૭૦ લાખના ખર્ચે ખરીદ કરાઇ છે.

(3:51 pm IST)