Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

ગુરૂવારે સમસ્ત મોચી સમાજના ડાંડીયારાસ મહોત્સવ

માં ચામુંડા મોચી જ્ઞાતિ યુવા સેના દ્વારા સતત પાંચમા વર્ષે એક દિવસીય આયોજન : ત્રણ હજાર ખેલૈયાઓ ઝૂમશેઃ વિજેતાઓને ઈનામોઃ પાસ સ્થળ ઉપરથી મળશે

રાજકોટ,તા.૯: માં ચામુંડા મોચી જ્ઞાતિ યુવા સેના રાજકોટ શહેર દ્વારા આવતીકાલે તા.૧૦ના ગુરૂવારે સાંજે ૭ વાગ્યાથી મોચી સમાજના દાંડીયારાસનું જૈન વિઝન સોનમ ગરબા ગ્રાઉન્ડ, પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ, રૈયા રોડ ખાતે કરવામાં આવ્યું છે. આ ગ્રાઉન્ડમાં ૩ હજારથી વધુ ખેલૈયાઓ રાસે રમશે. પ્રિન્સ-પ્રિન્સેસને ઇનામોથી નવાજવામાં આવશે.

સમાજની એકતા  તથા હિન્દુ સંસ્કૃતિની પરંપરા મુજબ સૌ પ્રથમ આયોજકો માતાજીના મહાઆરતી કરી આરાધના કરશે. દાંડીયારાસમાં સિંગર તરીકે વિભૂતી જોષી, અશ્વીની મહેતા, વિશાલ પંચાલ, અતા ખાન, તરૂણ વાઘેલા, મનીષ જોષી તેમજ હિતેશ મહેતા ઉપસ્થીત રહેશે. સ્થળ પર બાઉન્સર અને વિડીયોગ્રાફી પણ રાખવામાં આવી છે. જ્ઞાતીજનો માટે દાંડીયારાસના પાસ સ્થળ પરથી મળી રહેશે. આ આયોજનમાં સમાજના આગેવાનો એસ.એન. ચોહાણ, વિનાયક ડેવલોપર્સના રમેશભાઈ ચાવડા, કિશોરભાઈ ગોહેલ, અલ્પા ફર્નીચરના અમીતભાઇ પરમાર, રાહુલ ઓર્નામેન્ટના હસમુખભાઇ પરમાર, રમાબેન વાઘેલા, ડો. મૌલિક જેઠવા, કિશોરભાઇ વાળા, હર્ષદભાઇ મકવાણા, રતીભાઇ ચુડાસમા, જયોત્સનાબેન વાજા, જયેશભાઇ આર્ય, સરોજબેન ચૌહાણ, નટવરલાલ ચૌહાણ, સુરેશભાઇ ચૌહાણ, જગદિશભાઇ વાળા, ડો. કિરણભાઇ પરમાર, ધીરેનભાઇ વાઘેલા, હિરેનભાઇ પરમાર, અશોકભાઇ ગોહેલ, નિલેશભાઇ પરમાર (ચામુંડા બેગ), હસુભાઇ પરમાર, મનસુખભાઇ ગોહેલ (પંકજ રેસ્ટોરન્ટ. દિતેશભાઇ જેઠવા ઉપસ્થીત રહેશે.

આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણી, ધારાસભ્ય શ્રી ગોવિંદભાઇ પટેલ, શ્રી અરવિંદભાઇ રૈયાણી, શ્રી લાખાભાઇ સાગઠીયા, કોર્પોરેટર શ્રી આશિષભાઇ વાગડીયા, શ્રી બાબુભાઇ આહીર, શ્રીમતિ દુર્ગાબા જાડેજા, શ્રીમતિ અંજનાબેન મોરજરીયા, પૂર્વ કોર્પોરેટર શ્રી રાજુભાઇ બોરીચા, શ્રી સંજયભાઇ બોરીચા, શ્રી મેહુલભાઇ બોરીચા, શીવ સેનાના શ્રી જીમીભાઇ અડવાણી, મધુરમ કલબના પ્રમુખ  મિલનભાઇ કોઠારી ઉપસ્થિત રહેશે.

આયોજનને સફળ બનાવવા માં ચામુંડા મોચી જ્ઞાતી યુવા સેના રાજકોટ શહેરના પ્રેસીડેન્ટ દિનેશ ચાવડા (મો. ૯૯ર૪૬ ૦૦૦૦૯), વાઇસ પ્રેસીડેન્ટ દિનેશ વાઘેલા (મો. ૯૯ર૪પ ૮૦૩૦૩), વિપુલ વાઢીયા, રાજેશ જેઠવા, ભરત પરમાર, જયદિપ જેઠવા, સંજય પરમાર, લાલજીભાઇ ગોહેલ, હિતેષ ચુડાસમા, મુકેશ ચાવડા, નિલેશ ચાવડા, કેતન ડાભી અને માધવ ડાભી ઉઠાવી રહ્યા છે.(તસ્વીરઃ અશોક બગથરીયા)

(4:51 pm IST)