Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

નવાગામના ખુલ્લા પ્લોટમાં ક્રાઇમ બ્રાન્ચ ત્રાટકતા દારૂ ભરી ભાગેલી બોલેરો માર્કેટ યાર્ડ પાસે ઝડપાઇઃ ૧૪II લાખનો દારૂ કબ્જે

નવાગામના ભુપત કોળીનો દારૂ હોવાનું ખુલ્યું: બોલેરો ચાલક પણ નાસી છુટયો!! સ્થળ પરથી પોણા અગીયાર લાખનો અને બોલેરોમાંથી પોણા ચાર લાખનો દારૂ કબ્જે

રાજકોટ તા. ૯ : કુવાડવા રોડ આણંદપર નવાગામ પાસે ક્રાઇમ બ્રાંચે બાતમીના આધારે ખુલ્લા પ્લોટમાં દરોડો પાડી પોણા અગીયારલાખનો દારૂ કબ્જે કર્યો હતો. દારૂ ભરી નાસી છૂટેલી બોલેરો પીકઅપને આજીડેમ પોલીસે માર્કેટયાર્ડ પાસેથી ઝડપી લઇ પોણાચાર લાખનો દારૂ કબ્જે કરી તેમા કોળી શખ્સનું નામ ખુલતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા ડીસીપી રવી મોહન સૌની, તથા મનોહરસિંહ જાડેજા તથા એસીપી જયદીપસિંહ સરવૈયાની સુચનાથી ક્રાઇમ બ્રાંચના પી આઇ એચ.એમ. ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એસ.વી.પટેલ, એએસઆઇ રાજદીપસિંહ, હેડ કોન્સ. મહિપાલસિંહ, ચેતનસિંહ, વિગેન્દ્રસિંહ, હિરેન્દ્રસિંહ તથા ચેતનસિંહ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે હેડ કોન્સ મહિપાલસિંહ, ચેતનસિંહ અને વિરેન્દ્રસિંહ,ને કુવાડવા રોડ રૂડા ટ્રાન્સપોર્ટનગર આણંદપર નવાગામમાં એકસાઇડ બેટરીના ગોડાઉન પાસે આવેલ ખુલ્લા પ્લોટમાં ભુપત કોળી (રહે. નવાગામ વિસ્તારમાં) એ દારૂનો જથ્થો રાખેલ છે તેવી બાતમી મળતા પ્લોટમાંથી રૂ.૧૦,૭પ,ર૦૦ની કિંમતની ૩ર૦૪ બોટલ કબ્જે કરી હતી દરોડા દરમ્યાન ત્યાંથી એકબોલેરો પીકઅપ દારૂ ભરીને નાશી ગઇ  હતી તે દરમ્યાન આજીડેમ પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઇ એમ.જે.રાઠોડ તથા પીએસઆઇ સી.એસ.પટેલ, હેડ કોન્સ કનકસિંહ સોલંકી, શૈલેષભાઇ તથા કુલદીપસિંહ પેટ્રોલીંગમાં હતા ત્યારે દારૂ ભરીને ભાગેલી બોલેરો પીકઅપ જુના માર્કેટીંગ યાર્ડના નાલા તરફથી પસાર થતી હોવાની હેડ કોન્સ. કનકસિંહ સોલંકી, તથા કુલદિપસિંહ જાડેજાને મળતા તે બોલેરો પીકઅપને માર્કેટયાર્ડ પાસેથી બોલેરો પીકઅપને પકડી લીધી હતી ચાલક પોલીસને જોઇ નાશી ગયો હતો બાદ પલીસે બોલેરો પીકઅપમાંથી રૂ. ૩,પ૭,૬૦૦ ની કિંમતની ૯૦૦ બોટલ તથા જીપ મળી રૂ.૬ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. દારૂનો જથ્થો ભુપત કોળીનો હોવાનું ખુલતા પોલીસે તેની શોધખોળ આદરી છે.

(3:49 pm IST)