Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

આવાસ યોજનામાં મકાન અપાવી દેવાના નામે ઉઘરાણા કરતા લે-ભાગુઓથી ચેતવા અનુરોધ

કેટલાક લે-ભાગુઓએ ઉઘરાણા શરૂ કર્યાનું મેયર બીનાબેન અને સ્ટે. ચેરમેન ઉદય કાનગડ તથા હાઉસીંગ ચેરમેન જયાબેન ડાંગરના ધ્યાને આવ્યું

રાજકોટ,તા., ૯:  મહાનગરપાલિકા દ્વારા ગઈકાલે વિજયાદશમીના રોજ રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના  હસ્તે સ્માર્ટ ઘર ૧-૨-૩ના આવાસોનું નંબર ફાળવણી કોપ્યુટરાઈઝડ ડ્રો કરવામાં આવેલ. જે લાભાર્થીઓને આવાસ લાગેલ છે તેવા તમામ લાભાર્થીઓનું લિસ્ટ કોર્પોરેશનની વેબસાઈટ ઉપર, સેન્ટ્રલ ઝોન કચેરીએ નોટીસ બોર્ડ પર તથા લાભાર્થીઓના મોબાઈલમાં એસ.એમ.એસ. મારફત મેસેજ મોકલાવેલ છે. મેયર બિનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, હાઉસિંગ કમિટી ચેરમેન જયાબેન ડાંગર એક સંયુકત યાદીમાં જણાવાયુ છે.

આ અંગે પદાધીકારીઓની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નવા આવાસો બની ગયેલ છે જેથી, જે લાભાર્થીઓને કવાર્ટર મળેલ નથી તેવા લાભાર્થીઓ ફરીને કોર્પોરેશન દ્વારા આવાસના ફોર્મ બહાર પડે ત્યારે આવાસ માટે ફોર્મ ભરી શકશે.

ગઈકાલે કરવામાં આવાસ યોજનાના ડ્રોના અનુસંધાને અમુક લે-ભાગુ તત્વ દ્વારા તમોને આવાસ અપાવી દઈએ તે માટે રૂપિયા આપવા પડશે  તેવું  જાણવા મળેલ છે. કોર્પોરેશન દ્વારા લાભાર્થીઓની રૂબરૂ જ કોમ્પ્યુટરાઇઝડ ડ્રો કરેલ છે જેથી આવા લે-ભાગું તત્વોથી કોઈએ ભરમાવું નહિ તેમ અંતમાં પદાધિકારીઓએ  જણાવ્યું હતુ.

(3:48 pm IST)