Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

કાલે સુથાર સમાજના ગજજર રાસોત્સવ

જીએચપીગ્રુપ દ્વારા વિરાણીના મેદાનમાં આયોજનઃ ખેલૈયાઓને ઇનામઃ ફ્રી પાસ મેળવી લેવા

રાજકોટઃ તા.૯, સુથાર સમાજની સંસ્થા જી એચ પી ગ્રુપ દ્વારા સમાજના ભાઇઓ-બહેનો માટે ગજજર રાસોત્સવ બાય બાય નવરાત્રી ૨૦૧૯નું ભવ્ય આયોજન વિરાણી હાઇસ્કુલના ગ્રાઉન્ડમાં આવતીકાલે તા.૧૦ સાંજે ૬ થી ૧૦ના કરવામાં આવ્યું છે.

આ રાસોત્સવમાં ૮ હજારથી વધુ ખેલૈયા રાસે રમશે. ૧ લાખ વોટ લાઇનએરે સાઉન્ડ સીસ્ટમ્સ, જાકમજોળ વાઇટલાઇટીંગ, અધ્યતન ફુડ ઝોન, ફાયર શો, વોટર શો, વોટર ડ્રમ પાર્કિંગ, એકસ આર્મી મેન સીકીયોરીટી અનુભવી બાઉન્સર તથા સી.સી.ટી.વી કેમેરા દ્વારા સુરક્ષીત સમગ્ર રાસોત્સવ યોજાશે તેમ યાદીમાં જણાવાયું છે.

સમાજની નાની બાળાઓના  હસ્તે આરતી કરી રાસોત્સવનો પ્રારંભ કરાશે. મુંબઇનું મશહુર ઓરકેસ્ટ્રા અને મુંબઇના સમધુર સિંગર ગરબાની રમજટ બોલાવશે. તેમની સાથે વિશેષ ઉપસ્થિતિમાં પુનમબેન ગોંડલીયા તથા ગરબા કવીન ગાર્વિન પટેલ અને અમદાવાદના પ્રખ્યાત એંકર દિગિશા ગજજર ખેલૈયાઓને પ્રોત્સાહીત કરશે. નિર્ણાયકો સિલેકશન કરશે અને ખેલૈયાઓને લાખેણા ઇનામો પણ અપાશે. કાર્યક્રમનું એન્કરીંગ મુંબઇના  પ્રખ્યાત આર જે દ્વારા કરાશે.

સુથાર સમાજના ખેલૈયાઓએ ફી પાસ  મેળવવા છનીયારા એન્જીનીયર્સ પ્રા.લી છનીયારા બિલ્ડીંગ ગોંડલ રોડ રાજકોટ (ર) રવિ ગ્લાસ એન્ડ મેટલ્સ કૃષ્ણ કોમ્પ્લેકસ રાજનગર ચોક (૩) સ્કાય કાર્ડ એન્ડ ગિફટ શ્યામ કોમ્પ્લેકસ મવડી મેઇન રોડ આનંદ બંગલા ચોક (૪) શ્રીનાથ વુડન એન્ડ ટુલ્સ અટિકા રેલ્વે ક્રોસિંગ પાસે

આ રાસોત્સવને સફળ બનાવવા જી.એચ.પી.ગ્રુપના યોગીનભાઇ છનીયારા (૯૮૨૫૦૭૫૦૨૩)ની આગેવાનીમાં અનિલ ખંભાયતા, દેવાંગ ગજજર, વૈભવ તલસાણીયા, જિજ્ઞેશ સંચાણીયા, રીતેશ ધ્રાંગધારીયા, મુકેશ કરગથરા, મિહિર ખંભાયતા, શૈલેષ ખંભાયતા, સંજય કથ્રેચા, દિપક ભારદીયા, અશોક અઘેરા, હિરેન કલોલીયા, દેવ ગજજર, કલ્પેશ સંચાણીયા, પ્રકાશ ભારદીયા, હર્ષદ સીનરોજા, હિતેશ દુદકીયા, મનીષ દસાડીયા, નેહલ પીલોજપરા, શૈલેષ વેકરીયા, વિપુલ અખિયાણીયા, પ્રજેશ છનીયારા, અનિલ ધ્રાંગધારિયા, જનક પંચાસરા, વિરાજ ખંભાયતા, જયદીપ કરગથરા, સચિન પંચાસરા, પૂર્વીશ વડગામા સહિત ૭૦ લોકોની અલગ અલગ સમિતિઓ જહેમત ઉઠાવી રહી છે. (તસ્વીરઃ વિક્રમ ડાભી)

(3:44 pm IST)