Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

શુક્રવારથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પ્રથમ તબક્કાની ૩૯ પરીક્ષાઃ ૫૫૫૧૮ પરીક્ષાર્થીઓ

રાજકોટ, તા. ૯ :. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આવતીકાલથી પ્રથમ તબક્કાનો પ્રારંભ થશે. પ્રથમ તબક્કાની પરીક્ષામાં કુલ ૩૯ પરીક્ષામાં ૫૫૫૧૮ વિદ્યાર્થીઓ મહત્વની પરીક્ષા આપશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પ્રથમ તબક્કાની પરીક્ષામાં બીએ સેમ. ૫ માં ૧૦૭૭૯, બીબીએ સેમ. ૫ ૩૦૦૮, બીસીએ સેમ. ૫ મા ૨૯૨૦ તેમજ બી.કોમ. સેમ.માં ૧૯૭૨૬ બીએસસી સેમ. ૫મા ૬૩૫૦, એલએલબી સેમ. ૩ મા ૨૦૩૧, એલએલબી સેમ. ૫ મા ૧૬૫૫ મુખ્ય થયા છે. અન્ય વિવિધ વિદ્યાશાખાની ૩૯ મળી કુલ ૫૫૫૧૮ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પ્રથમ તબક્કાની પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા ૩૦થી વધુ ચેકીંગ સ્કવોડ બનાવવામાં આવી છે તેમજ પરીક્ષા કેન્દ્રો ઉપર સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છે.

(3:32 pm IST)