Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

સિવિલ જજની પરિક્ષા માટે રાજકોટ બાર એસો. દ્વારા નિઃશુલ્ક વર્ગો શરૂ કરાયા

રાજકોટ તા.૯: રાજકોટ બાર એશોસીએશનના પ્રમુખશ્રી બકુલભાઇ રાજાણીની યાદી અનુસાર હાલમાજ ગુજરાત હાઇકોર્ટ દ્વારા સીવીલ જજની ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવેલી હતી જે પરીક્ષામાં ભાગ લેવા માટે રાજકોટના એડવોકેટશ્રીઓએ મોટી સંખ્યામાં ઉમેદવારી કરેલી છે. આગામી પરીક્ષાની તૈયારીઓ કરવા માટે અને પરીક્ષાર્થી વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થવાના શુભ આશયથી રાજકોટ બાર એશોસીએશન દ્વારા આ ચાલુ વર્ષમા બીજી વખત સીવીલ જજની પરીક્ષાની તૈયારીના વર્ગો શરૂકરવામાં આવેલ છે.

આ વર્ગો રાજકોટ બાર એશોસીએશનની લાયબેરીમાં બપોરે ૨ થી ૩ કલાકના સમય દરમ્યાન લેવામાં આવનાર છે. ગત વખતની જેમ આ વખતે પણ પરીક્ષાના અલગ અલગ વિષયોની તૈયારીઓ માટે રાજકોટ ખાતે પ્રેકટીસ કરતા સિનીયર એડવોકેટશ્રીઓ દ્વારા પરીક્ષાની તૈયારીઓ કરાવડાવવામાં આવનાર છે.

રાજકોટ બાર એશોસીએશનના સેક્રેટરી ડો.જીજ્ઞેશભાઇ જોષી દ્વારા જણાવવામાં આવેલ છે કે જે વિદ્યાર્થી એડવોકેટ મીત્રો આ કલાસીઝમા ભાગ લેવા ઇચ્છતા હોય તેઓએ લાયબ્રેરીમા પોતાના નામની નોંધણી ફરજીયાત કરાવવાની રહેશેે અને આ કલાસીઝ સબંધે જે કોઇપણ એડવોકેટશ્રીઓને કોઇ પ્રશ્ન હોય તો તેમનો સંપર્ક-૮૧૪૦૩ ૦૦૦૦૫ ઉપર કરવા જણાવવામાં આવેલ છે.

આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે રાજકોટ બાર એશોસીએશનના પ્રમુખ બકુલભાઇ રાજાણી, ઉપ પ્રમુખ સિધ્ધરાજસિંહ જાડેજા સેક્રેટરી ડો.જીજ્ઞેશભાઇ જોષી, જોઇન્ટ સેક્રેટરી નિલેશભાઇ પટેલ, ટ્રેઝરર અમીતભાઇ ભગત,લાયબ્રેરી સેક્રેટરી મોનીશભાઇ જોશી તથા કારોબારી સભ્ય સર્વે નીશાતભાઇ જોશી, સુમીતભાઇ વોરા, જીતેન્દ્રભાઇ પારેખ, મનીષભાઇ આચાર્ય, પંકજભાઇ દોગા, રેખાબેન પટેલ, સંદીપભાઇ જોશી, રીતેશભાઇ ટોપીયા, સંજયભાઇ પંડ્યા, રાજેશભાઇ ચાવડા એ જહેમત ઉઠાવી રહેલ  છે.

(3:29 pm IST)