Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

રામ-લક્ષમણ-સીતા આવાસ યોજનાના લાભાર્થીઓ મકાનનો ડ્રો જોવા ઉમટી પડતા કોર્પોરેશનમાં અફડા-તફડી

ગઇકાલે મુખ્યમંત્રીના હસ્તે જેનું લોકાર્પણ થયેલ તે... : હજારો લાભાર્થીઓ એકી સાથે આવી પહોંચતા રોડ ઉપર વાહનોના ખડકલા-પાર્કીંગ હાઉસફુલઃ આવાસ વિભાગમાં ૧૦ કોમ્પ્યુટરો ચાલુ કરવા પડયા : કોર્પોરેશનની આવાસ યોજનાનો 'ડ્રો'જોવા કચેરીએ ધકકો ખાવાની જરૂર નથી : akilanews.com કલીક કરો : નવી રામ-લક્ષ્મણ-સીતા આવાસ યોજનામાં : જે લાભાર્થીઓને મકાન લાગ્યું છે તેના નામની યાદી વાચકોની સરળતા માટે akilanews.com ઉપર ત્થા akila app પર મુકવામાં આવી છે.

Alternative text - include a link to the PDF!

હે...ભાઇ...મને...મકાન લાગ્યુ...છે...? : ૧ બીએચકે આવાસ યોજનાના હજારો અરજદારો આજે મકાન ફાળવણીનો ડ્રો જોવા કોર્પોરેશન કચેરીએ ઉમટી પડયા હતાં તે વખતે સર્જાયેલ અફડા-તફડીનાં દ્રષ્યો તસ્વીરમાં દર્શાય છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૯ :.. મવડીનાં સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે ગઇકાલે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનાં હસ્તે સ્માર્ટ ઘર આવાસ યોજનાના ર૧૭૬, ૧ બીએચકે ફલેટનું લોકાર્પણ થયુ હતું જેનાં 'ડ્રો' માં પોતાને મકાન લાગ્યુ છે કે નહી ? તે જોવા માટે આજે સવારે એકાએક હજારો લાભાર્થીઓ મ્યુ. કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે અફડા-તફડી મચી ગઇ હતી.

સવારથી અરજદારોની ભીડ કચેરીએ જામવા લાગતાં પાર્કીંગ હાઉસ ફુલ થઇ ગયેલ અને રોડ ઉપર વાહનોનાં થપ્પા લાગવા મંડયા હતાં.

એટલું જ નહી આવાસ યોજનાની બીજા માળે આવેલી કચેરીમાં સેંકડો લોકોની ભીડ જમા થઇ જતાં અધિકારીઓએ તાકીદે ૧૦ કોમ્પ્યુટરો મુકવા પડયા હતાં અને અરજદારોને ડ્રો જોવાની વ્યવસ્થા કરવી પડી હતી.

અધિકારીઓનાં જણાવ્યા મુજબ અરજદારોને તેઓનાં ફોનમાં મકાન લાગ્યુ છે કે નહી ? તેની જાણ એસ. એમ. એસ. થી કરવાની વ્યવસ્થા હજુ ગોઠવાઇ રહી છે. અને બે દિવસ બાદ અરજદારોને એસ. એમ. એસ. થી 'ડ્રો' ની જાણ કરવાનું શરૂ થઇ જશે.

અને બાદમાં જેને મકાન લાગ્યુ હશે તેને મકાનની ફાળવણીનો પત્ર મોકલી પ્રથમ ૭પ૦૦ નો હપ્તો વસુલાશે ત્યારબાદનાં ૧ મહીના પછી ૩ર૦૦૦ નો હપ્તો ભરવાનો રહેશે.

 ગરીબોને ઘરના ઘરનુ સ્વપ્ન સાકાર કરતી સ્માર્ટ ઘર આવાસ યોજના વોર્ડ નં.૧૧માં મવડી વિસ્તારમાં સ્પીડવેલ પાર્ટીપ્લોટની આસપાસ ૧૩ જેટલા ટાવરમાં ર૧૭૬ ૧ બીએચકે ફલેટનું નિર્માણ કરાયું છે.

આ તમામ ફલેટ જેને ઘરનુ ઘર ન હોય તેનેજ આપવામાં આવનાર છ.ે આ માટે લાભાર્થીઓની અરજીઓ મંગાવાયેલ જેમાં ૪પ૦૦૦ ફોર્મનું વેચાણ થયેલ પરંતુ માત્ર ૧૧૦૦૦ લોકોએજ ફોર્મ પરત આપ્યા હતા. આ ૧૧૦૦૦ લાભાર્થીઓના ફોર્મનો ડ્રો થયો છે. તેમા પસંદ થયેલ ર૧૭૬ લાભાર્થીઓને  કબ્જો આપી દેવાશે.

આ આવાસ યોજના હેઠળ ૧ર માળના બે ટાવરમાં ૩૮૪ ફલેટ, ૭ માળના ૧૧ ટાવરમાં ૧૭૮૭ ફલેટ બનાવાયા છ.ે

આ ફલેટની બજાર કિંમત રૂ.રપ થી ૩૦  લાખ જેટલી થાય છે છતા મ્યુ.કોર્પોરેશન લાભાર્થીઓને માત્ર ૩ લાખમાં આ ફલેટ આપશે.

સુવિધાઓ

આ ફલેટના ર૭.૯ ચો.મી.નો કાર્પેટ એરિયા છ.ે વોટર પ્રુફ બારી-દરવાજા, વોશ-એરિયા ટોઇલેટ બાથરૂમમાં ગ્લેઝ ટાઇલ્સ વીટ્રીફાઇડ ટાઇલ્સ ફલોરીંગ આ બિલ્ડીંગ પરિશરમાં બગીચો-ચિલ્ડ્રન પ્લેહાઉસ ૩૭ દુકાનોનું શોપીંગ સેન્ટર સહીતની સુવિધાઓ છે.

(3:28 pm IST)