Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

9-10-2019 : 9102-01-9

આજનો દિવસ કંઇક ખાસ છેઃઆગળથી કે પાછળથી વાંચશો એટલે તારીખ એક જેવી જ

રાજકોટ તા. ૯ :.. આજે તા. ૯ ઓકટોબર ર૦૧૯ છે. ઐતિહાસીક દ્રષ્ટિએ ભલે આ તારીખનું મૂલ્ય ન હોય પરંતુ આ તારીખનો એક ગજબનો સંયોગ છે. આ તારીખને તમે આગળથી કે પાછળથી વાંચો એટલે તમને એક જેવી જ લાગશે. ૯-૧૦-ર૦૧૯ ને બન્ને બાજુથી વાંચતા (૯૧૦ર-૦૧-૯) તે એક જ જેવી લાગે છે જેને 'પેલિન્ડ્રોમ' કહેવામાં આવે છે. દર વર્ષે કેલેન્ડરમાં આવી એકાદ- બે તારીખો અચૂક જ હોય છે. આ તારીખ જે દિવસે આવે છે તેને 'પેલિન્ડ્રોમ ડે' તરીકે ઓળખવામાં આવે છે. પેલિન્ડ્રોમનો એક અર્થ 'વિલોમપદ' એવો પણ થાય છે. સરસ, કનક, મામા, કાકા આવા તો અનેક ટૂંકા શબ્દો પેલિન્ડ્રોમ ગણાય છે. વર્ષ ર૦ર૧ સુધીમાં આવનારી આવી પેલિન્ડ્રોમ તારીખોમાં ર-૦ર-ર૦ર૦, ૧ર-૦ર-ર૦ર૧ અને ૧ર-૦ર-ર૦ર૧ નો સમાવેશ થાય છે.

(11:35 am IST)