Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

શનિવારે કરાઓકે ટ્રેક ઉપર શાસ્ત્રીય રાગ આધારીત જુના ફિલ્મી ગીતોનો કાર્યક્રમ

'નિનાદ' સંસ્થાનું આયોજનઃ સંગીતપ્રેમીઓએ નિઃશુલ્ક પાસ મેળવી લેવા : ગાયકો ચેતન રાવલ- ભગવતી પ્રસાદ પંડયા- ડો.ભાવેશ જોષી- મયુર શુકલ- ગીતા રાવલ- હિના કોટડીયા- દિનેશ શુકલા જમાવટ કરશે

રાજકોટ,તા.૧૩: સંગીતપ્રેમીઓ માટે ખુશખબર છે. કરાઓકે ટ્રેક ઉપર શાસ્ત્રીય રાગ આધારીત જુના ફિલ્મી ગીતોનો વધુ એક કાર્યક્રમ યોજાયો છે. જેમાં ગાયકો સર્વશ્રી મયુર શુકલ, ડો.ભાવેશ જોષી, દિનેશભાઈ શુકલ, હિના કોટડીયા, ચેતન રાવલ અને ભગવતીપ્રસાદ પંડયા જુના હિન્દી ફિલ્મોના સુમધુર ગીતો પીરસશે.

''નિનાદ'' સંસ્થા દ્વારા આવતા શનિવારે તા.૧૭ના રાત્રે ૯ વાગ્યે કરાઓકે ટ્રેક ઉપર શાસ્ત્રીય રાગ આધારીત જૂના ફિલ્મી ગીતોના કાર્યક્રમ રોટરી કલબ (કોઠારી લેબની બાજુમાં વિદ્યાનગર મેઈન રોડ, રાજકોટ) ખાતે યોજાશે.

જેમાં ગાયકો સર્વશ્રી ચેતન રાવલ, મયુર શુકલ, દિનેશભાઈ શુકલ, ડો.ભાવેશ જોષી, હિના કોટડીયા તથા શ્રી ભગવતીપ્રસાદ પંડયા, ૨૫ જેટલા શાસ્ત્રીય રાગ આધારીત જૂના ગીતો કરાઓકે ટ્રેક પર રજૂ કરશે.ઉલ્લેખનિય  છે કે નિનાદ સંસ્થાનો આશય વિભિન્ન પ્રકારની સંગીત શિબિરો તથા સંગીતના કાર્યક્રમ કરી નવોદિત કલાકારોને પ્રોત્સાહન આપી રહી છે.

નિનાદ સંગીત કલબ દ્વારા ફીટ એન્ડ ફાઈન જીમમાં પણ શારીરિક ફીટનેસ સાથે ફકત જૂના ફિલ્મી ગીત- સંગીત દ્વારા મનોદેહિક ફીટનેસની તાલીમ અપાય છે. આ સંસ્થાના કો- ઓર્ડીનેટર તરીકે શ્રીમતી ગીતા રાવલ જીમમાં પણ સેવા આપતા હોવાનું યાદીમાં જણાવાયું છે.

કાર્યક્રમના નિઃશુલ્ક પ્રવેશ પાસ મેળવવા ફીટ એન્ડ ફાઈન હેલ્થ કલબ (ર્માં, અર્ચનાપાર્ક મેઈન રોડ, શાંતિ હોસ્પિટલ સામેની શેરી, યુનિવર્સિટી રોડ) ખાતે રૂબરૂ તેમજ વધુ માહિતી માટે શ્રી ચેતન રાવલ મો.૯૪૨૬૭ ૮૫૩૬૬ તથા શ્રી ભગવતીપ્રસાદ પંડ્યા મો.૯૧૦૬૯ ૯૬૫૬૬નો સંપર્ક કરવા યાદીમાં જણાવેલ છે.

(3:43 pm IST)